For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વધુ 2-રેસ્ટોરન્ટ, 6-ખાનગી શાળા અને 5-ટયુશન કલાસ સીલ

12:01 PM Jun 06, 2024 IST | Bhumika
વધુ 2 રેસ્ટોરન્ટ  6 ખાનગી શાળા અને 5 ટયુશન કલાસ સીલ
Advertisement

6 દિવસ દરમિયાન 55 ટ્યુશન ક્લાસ 71 શાળાઓ 34 રેસ્ટોરન્ટ અને 22 હોસ્પિટલ સહિત 182 મિલકત સીલ થઈ

રાજકોટ ગેમજોન દુર્ઘટના ના પગલે સમગ્ર રાજ્યભરમાં હોટલ રેસ્ટોરન્ટ- શાળા કોલેજ, ટ્યુશન કલાસ સહિતના સંકુલોમાં ફાયર એન.ઓ.સી. સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા નું તંત્ર પણ દોડતું થયું છે, અને શહેરમાં જુદી જુદી આઠ ટીમો બનાવીને દોડતી કરાવાઈ છે, અને ફાયર એન.ઓ.સી. તેમજ બાંધકામની મંજૂરી વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટને વગેરેને શીલ કરવામાં આવી રહ્યા છે, જે પૈકી આજે વધુ 2 હોટલ સિલ કરાઈ છે. અને કુલ આંકડો 34 નો થયો છે.

Advertisement

તંત્ર દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગની કાર્યવાહી થઈ હતી. અને કેટલીક હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી.નો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે ગઈકાલ સુધી 22 હોસ્પિટલોને પાર્ટલી સીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત શહેરની તમામ ખાનગી સ્કૂલોમાં આજે છઠ્ઠા દિવસે પણ સામુહિક રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી 6 સ્ફુલોમાં ફાયર એનઓસી નો અભાવ જોવા મળ્યો હતો.અને સિલિંગ ની પ્રક્રિયા ચાલુ રખાઈ હતી અને વધુ 6 શાળાઓને સીલ કરી દેવામાં આવી છે.

સાથો સાથ શહેરમાં ચાલી રહેલા ટ્યુશન ક્લાસ કે જ્યાં પણ ફાયર એન.ઓ. સી. વગેરેની મંજૂરી લેવામાં આવી ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી આવા વધુ 5 ટ્યુશન ક્લાસ ને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. જે કાર્યવાહી અવીરત ચાલુ રખાઇ છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન શહેરની કુલ 71 સ્કૂલ,55 કલાસીસ,34 હોટલ અને 22 હોસ્પિટલ સહિત કુલ 182 મિલકતો સિલ કરવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળની સિટી ઈજનેર ભાવેશ જાની ની રાહબરીમાં 6 દિવસથી સર્વેની કામગીરી કરવા કરવામાં આવી રહી છે, જેમાં ફાયર બ્રિગેડ ની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ તેમજ ટીપીઓ બ્રાન્ચ ની ટુકડી સર્વે કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement