For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના મંડાણ, વડોદરામાં મોરચો

04:57 PM May 16, 2024 IST | Bhumika
સ્માર્ટ વીજ મીટર સામે આંદોલનના મંડાણ  વડોદરામાં મોરચો
Advertisement

કોંગ્રેસ-આપ અને શિવસેના સહિતના પક્ષોનું ‘ઇન્ડિયા’ ગઠબંધન મેદાને, કલેકટરને આવેદન આપી કરાયો વિરોધ

લોકોના વીજબિલ અચાનક વધી ગયાનો દાવો, પ્રિપેઇડના નામે યુનિટના દર પણ દોઢ રૂિ5યા વધારી દેવાયાનો આક્ષેપ

Advertisement

વડોદરામાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ વિજ મીટરનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. આ મામલે અલગ અલગ જગ્યાઓએ વિજ કચેરીઓ પર લોકોનો હલ્લાબોલ સામે આવી રહ્યો છે. ક્યારે ન જોયું હોય તેટલું મસમોટું વિજ બીલ આવી રહ્યું છે. ત્યારે હવે આ મામલે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
આ મામલાએ હવે રાજનૈતિક રંગ પકડ્યો છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલનની શરૂૂઆત કરવામાં આવી છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ રૂૂત્વિજ જોશી જણાવે છે કે, ઇન્ડિયા ગઠબંધન દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. લોકોમાં એમજીવીસીએલ વિજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. તેમના દ્વારા સ્માર્ટ વિજ મીટરની કામગીરી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજાને લૂંટવામાં આવી રહી છે. સત્તાપક્ષ દ્વારા લોકો પર બોઝો નાંખવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર જબરદસ્તી મુકવામાં આવ્યા છે, જેથી આ તઘલખી નિર્ણય છે. સ્માર્ટ મીટરના નામે થતી દાદાગીરીનો અમે વિરોધ કરીએ છીએ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલનની શરૂૂઆત કરવામાં આવી છે. પ્રજા અનેક પ્રશ્ને મોંઘવારીથી પીસાઇ રહી છે, હવે સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાનું શરૂૂ કર્યું છે.

વધુમાં રૂૂત્વિજ જોશી જણાવે છે કે, અત્યારે વિજ કંપની દ્વારા પ્રતિ યુનીટ રૂૂ. 2.79 પૈસા લઇ રહ્યા છે, સ્માર્ટ મીટરમાં પ્રતિ યુનિટ પ્રિપેઇડના નામે રૂૂ. 4.29 પૈસા વસુલી રહ્યા છે. જેની લોકોએ અમારી પાસે ફરિયાદ પહોંચાડી છે. એક ભાઇએ ફરિયાદ કરી કે તેણે રૂૂ. 2 હજારનું રીચાર્જ કરાવ્યું, જે માત્ર 12 કલાકમાં જ પુરૂૂ થયું હતું. અને તપાસતા બીલ માઇનસમાં જતું રહ્યું હતું. આ લૂંટ સામે ઉગ્ર આંદોલન કરવામાં આવનાર છે. ચૂંટણી પહેલા વોટ લેવા હતા ત્યારે ગેરંટીની વાતો કરવામાં આવતી હતી, ચૂંટણી પુર્ણ થયે ગણતરીના દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં સ્માર્ટ મીટરથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ બાબતે અમે આંદોલન કરીશું.
રૂત્વીજ જોશીએ ઉમેર્યું કે કે, એમએસયુમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને લઇ અન્યાય, સ્માર્ટ વિજ મીટર અને હરણી બોટકાંડના મુદ્દાઓ સામે લડત આપવામાં આવશે. તમામ મોરચે સરકાર ફેલ ગઇ છે. અમારી લડાઇ માત્ર વોટ કે ચૂંટણી પુરતી નથી. આ લોકો પ્રજાને નુકશાન કરી રહ્યા છે, પ્રજાને લૂંટવાનુ કામ કરી રહ્યા છે.

સિનિયર કોંગી નેતા ભથ્થુભાઇ જણાવલ છે કે, આજથી 30 વર્ષ પહેલા તેમની શાસન આવ્યું, ત્યારે રૂૂ. 200 નું બીલ આવતું હતું. તેમની સરકાર આવતા જ એવા મીટર લાવ્યા કે, બીલ ડબલ થઇ જાય. તે વખતે ડબલ કર્યું હતું. કોઇ પણ સરકારે હંમેશા ગરીબોનું ધ્યાન રાખવું જોઇએ. હવે સ્માર્ટ સીટીમાં સ્માર્ટ મીટર આવ્યા, માલદાર લોકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવો, તો ખબર પડે કે મીટર કેવા સ્માર્ટ છે. સરકાર હંમેશા લોકોના હીતની વાત કરે છે, આ સરકાર ગરીબોથી વાત શરૂૂ કરે છે. ગરીબ માણસ સ્માર્ટ મીટર શું છે તે ખબર નથી, કેવી રીતે બીલ ભરવું તે ખબર નથી, કેમ આવાસ યોજનામાંથી શરૂૂઆત કરી, કેમ માલેતુજારોને ત્યાંથી શરૂૂઆત નથી કરી, કેમ મોટી ફેક્ટરીમાંથી ચાલુ નથી કર્યું, તેને મતલબ છે કે, ગરીબો જલ્દી છેતરાઇ જાય છે. ગરીબને કંઇ સમજ ન પડે અને તેને લૂંટી શકાય, તેવી તેમની નીતી અને રીતી છે. અમે લોકોને જાગૃત થવા માટે આહ્વાન કરી રહ્યા છીએ. પોલીસનું કામ મારામારી બને ત્યારે હોય, નહિ કે કોઇને ત્યાં મીટર લગાડવા માટે હોય. આ મીટર લગાડવા માટે બંધ કરાવવા માટે અંદોલન કરશે. શિવસેનાના દિપક પાલકર જણાવે છે કે, વડોદરામાં તાત્કાલિક ધોરણે આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ તેમણે તાનાશાહી શરૂૂ કરી દીધી છે. રાતોરાત લાઇટના મીટરો બંધ થઇ જાય છે, લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. અમે ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું. આ નિર્ણય પાછો લેવો પડશે.

અડધી રાત્રે લોકોની વીજળી ગુલ
આમ આદમી પાર્ટીના રીયાઝભાઇ જણાવે છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી 200 યુનિટ, પંજાબમાં 300 યુનિટ મફત આપે છે. ગુજરાતમાં આ લોકોએ પ્રિપેઇડ સ્માર્ટ મીટર મુક્યા છે. આ મીટર કેમ મુકવા પડ્યા, શું લોકો બીલ નથી ભરતા ! લોકો બધુ જ કરે છે. છતાં સ્માર્ટ મીટર મુકીને લૂંટ મુકી રહ્યા છે. આ મુકવા પાછળનું કારણ લોકોને આપવામાં આવી રહ્યું નથી. લોકોને રીચાર્જ અને કેટલું ચાલશે તેની ખબર નથી. અડધી રાત્રે લોકોની વિજળી ગુલ થઇ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement