For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂડાના નિવૃત્ત ઈજનેરના ડીમેટ ખાતામાંથી રૂા. 38.48 લાખના શેર ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી

05:49 PM May 04, 2024 IST | Bhumika
રૂડાના નિવૃત્ત ઈજનેરના ડીમેટ ખાતામાંથી રૂા  38 48 લાખના શેર ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી
Advertisement

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રહેતા અને રૂડાના નિવૃત કાર્યપાલક ઈજનેરના ખાતામાંથી રૂા. 38.48 લાખના શેર ટ્રાન્સફર કરી લઈ બ્રોકરાઈઝ કંપનીના પૂર્વ કર્મચારી સહિત બે શખ્સો સામે છેરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. નિવૃત કર્મચારીનું ડિમેટ એકાઉન્ટ ફ્રીઝ થઈ જતાં અનફ્રિઝ કરાવવા માટે ઓફિસે જતાં કર્મચારીએ શેર ટ્રાન્સફર કરવાના ડોક્યુમેન્ટ ઉપર સહિ કરાવી લઈ બાદમાં તેમની જાણ બહાર આ શેર અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર એસ્ટ્રોન સોસાયટી સામે કરણ પાર્ક સેરી નં. 2 માં રહેતા કમલેશભાઈ લાખાભાઈ ગોંડલિયા ઉ.વ.63એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેન્દ્ર જયરાજભાઈ ધાંધલ રહે. ભોમેશ્ર્વર પ્લોટ અને મનિષ મનસુખભાઈ ભૂત રે. ચિત્રાવડ તા. જામ કંડોરણાના નામ આપ્યા છે.

Advertisement

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ અગાઉ રાજકોટ સિંચાઈ વિભાગમાં તેમજ શહેરીવિકાસ સત્તા મંડળમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. હાલમાં નિવૃત જીવન જીવી રહ્યા છે. તેમનું પત્નિ અને પુત્રના સંયુક્ત સભ્યના નામે એચયુએફ નામથી ડિમેટ એકાઉન્ટ અંસ પ્રાઈવેટ લીમીટેડ માનની બ્રોક્રેજ કંપનીમાં ખોલાવેલ હતું. આ ખાતામાં કુલ 23 કંપનીના શેર પડેલા હતાં. દરમિયાન આ ડિમેટ એકાઉન્ટ ફ્રિઝ થઈ ગયાનું તેમના મોબાઈલમાં મેસેજ આવતા તેઓ હરીહર ચોકમાં આવેલ અંશ લિમિટેડની ઓફિસે ગયા હતા અને એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે જણાવતા ત્યાં તેમની ફોર્મ ઉપર સહીઓ લેવામાં આવી હતી ત્યાર બાદ ગત ડિમેટ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવતા તેમની પાસે રહેલા 23 કંપનીના શેરમાંથી 17 કંપનીના કુલ 4,868 શેર ટ્રાન્સફર થઈ ગયાનું જાણવા મળતા તેઓએ તપાસ કરતા એચયુએફ એકાઉન્ટમાં ખોટા સહી સિક્કા કરેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે અંશ પ્રાયવેટ લીમીટેડના મેનેજર સમીર પામખ પાસેથી જાણવા મળેલ કે આ કામગીરી કંપનીના સિનિયર એક્ઝિક્યુટીવ મહેન્દ્ર ધાંધલ દ્વારા કરવામા આવી છે.

મહેન્દ્ર ધાંધલ જેઓનું ઓફિસમાં મેકર ચેકર અને વેરીફાઈનું કામ કરવાનું હોય જે હાલ ફરજ ઉપર કાર્યરત નથી તેણે ફરિયાદીના ડિમેટ ખાતામાંથી 17 કંપનીના શેર ટ્રાન્સફર કરવા, ડિક્લેરેશન ઓફ ગિફ્ટનો દસ્તાવેજ કરી તેમાં ખોટી સહીઓ કરી રૂા. 38.48 લાખના શેર ટ્રાન્સફર કરી લીધા હતાં આરોપી મહેન્દ્ર ધાંધલે ખોટી સહી વડે અન્ય આરોપી મનીષ ભુતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હોય તેની કિંમત રૂપિયા 38.48 લાખ થતી હોય જેથી તેમણે પ્ર.નગર પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પીઆઈ બી.એમ. ઝણકાટે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement