For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

13 રાજ્યોની 96 બેઠકો પર ચોથા ચરણનું મતદાન

11:15 AM May 13, 2024 IST | Bhumika
13 રાજ્યોની 96 બેઠકો પર ચોથા ચરણનું મતદાન
Advertisement

આંધ્રમાં પોલિંગ એજન્ટો પર હુમલો, બંગાળમાં તૃણમૂલના કાર્યકરનું બોંબ હુમલામાં મોત, બિહારમાં તબિયત લથડતાં પ્રિસાઇડિંગ ઓફિસરનું મૃત્યુ

અખિલેશ, અધીર રંજન, ઓવૈસી, યુસુફ પઠાણ, શત્રુઘ્ન સિંહાના ભાવિનો આજે ફેંસલો

Advertisement

લોકસભા ચૂંટણી 2024 માટે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 96 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. ચોથા તબક્કાના મતદાન સાથે જ કુલ 379 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ચોથા તબક્કામાં કુલ 1717 ઉમેદવારોનું ભવિષ્ય દાવ પર છે. આજના મતદાન દરમિયાન આંધ્રમાં હરીફ રાજકીય પક્ષના પોલિંગ એજન્ટો પરના હુમલામાં બેને ઇજા થઇ હતી. બંગાળમાં મતદાનની પુર્વ સંધ્યાએ બોલપુરના કેતુગ્રામ ખાતે તુણમુલના કાર્યકર પર બોંબ હુમલો થતા તેનું મૃત્યુ નીપજયું હતું. બીહારના મુંગેરના એક બુથ પર પ્રિસાઇડીંગ ઓફિસરની તબીયત લથડયા બાદ મૃત્યુ થયું હતું.

આજના મતદાનમાં ઓવૈસી, કોંગ્રેસના અધીરરંજન ચૌધરી, તુણમુલના શત્રુઘ્નસિંહા અને યુસુફ પઠાણ, સપાના નેતા અખિલેશ યાદવ અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સહીતના દિગ્ગજોના ભાવીનો ફૈસલો થશે.

આંધ્રપ્રદેશની લોકસભાની કુલ 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો એરાકુ, શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, કાકીનાડા, અમાલાપુરમ, રાજામુન્દ્રી, નરસાપુરમ, ઇલુરુ, મછલીપટ્ટનમ, વિજયવાડા, ઓનગોલે, નાંદ્યાલ, કુરનૂલ, અનંતપુર, હિન્દુપુર, કડપા, નેલ્લોર, તિરુપતિ, રાજામેટ અને ચિત્તૂર છે.

બિહારની દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાઈ અને મુંગેર એમ કુલ પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ઝારખંડની ચાર બેઠકો સિંગભૂમ, ખુંટી, લોહારડાગા અને પલામુ તથા મધ્ય પ્રદેશની આઠ બેઠકો દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, રતલામ, ધાર, ઇન્દોર, ખરગોન અને ખંડવામાં આજે મતદાન છે.

મહારાષ્ટ્ર માટે આ તબક્કો અતિશય મહત્ત્વનો ગણાય છે જેમાં રાજ્યની કુલ 11 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. આ બેઠકોમાં નંદુરબાર, જલગાંવ, રાવેર, જાલના, ઔરંગાબાદ, માવલ, પુણે, શિરૂૂર, અહમદનગર, શિરડી અને બીડનો સમાવેશ થાય છે. ઓડિશાની નબરંગપુર, બેરહામપુર, કોરાપુટ અને કાલાહાંડી બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

તેલંગાણાની કુલ 17 બેઠકો પર ચોથા તબક્કામાં એકીસાથે મતદાન થઈ રહ્યું છે. જેમાં આદિલાબાદ, પેડ્ડાપલ્લે, કરીમનગર, નિઝામાબાદ, ઝહીરાબાદ, મેડક, મલ્કાજગિરી, સિકંદરાબાદ, હૈદરાબાદ, ચેવેલ્લા, મહબુબનગર, નાગરકુનૂલ, નાલગોંડા, ભોંગિર, વારંગલ, મહબુદાબાદ અને ખમ્મમ બેઠકો સામેલ છે.

ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન શાહજહાંપુર, ખેરી, ધૌરાહરા, સીતાપુર, હરદોઈ, મિસરિખ, ઉન્નાવ, ફરૂૂખાબાદ, ઇટાવા, કન્નૌજ, કાનપુર, અકબરપુર અને બહરાઈચ એમ કુલ 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

પશ્ચિમ બંગાળની બહરામપુર, કૃષ્ણનગર, રાનાઘાટ, વર્ધમાન પૂર્વ, બર્દવાન-દુર્ગાપુર, આસનસોલ, બોલપુર અને બિરભૂમ એમ આઠ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement