For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વલ્લભીપુરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

11:42 AM Jan 01, 2024 IST | Sejal barot
વલ્લભીપુરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન નીતિનભાઇ ખટાણા પો.કોન્સ., પેરોલ ફર્લો સ્કવોડ, ભાવનગરને બાતમી મળેલ કે ભરતભાઇ કરશનભાઇ કોળી રહે.પચ્છેગામવાળાની પચ્છેગામ, પીપળીના કાચા મારગે આવેલ વાડીની ઓરડીની બાજુમાં ખુલ્લી પડતર જગ્યામાં ઓરડીમાંથી જરુરી લાઇટની સુવીધા વડે લેમ્પ રાખી લેમ્પના અજવાળે અમુક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસા વતી તીનપતીનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે રેઇડ કરતાં જૂગાર રમતા દર્શનભાઇ ચં5કભાઇ ગાંધી ઉ.વ.38 રહે.દવેના દવાખાના પાસે, વલ્લભીપુર, નિરૂભા ગંભીરસિહ ગોહિલ ઉ.વ.44 રહે.વાવડી તા.વલ્લભીપુર, અલ્પેશભાઇ બચુભાઇ અવૈયા ઉ.વ.45 રહે.રતનપુર ગાયકવાડ તા.વલ્લભીપુર, અજયસિહ સજ્જનસિહ ગોહિલ ઉ.વ.30 રહે.રતનપર ગાયકવાડ તા.વલ્લભીપુરને ઝડપી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય તથા રોકડ મળી કુલ રૂ.1,91,400/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દરોડા આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, નીતિનભાઇ ખટાણા જોડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement