For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માલાવીના ઉપરાષ્ટ્રપતિની અંતિમયાત્રામાં વાહને ચાર લોકોને કચડી નાખ્યા, 12 ઘાયલ

11:35 AM Jun 17, 2024 IST | Bhumika
માલાવીના ઉપરાષ્ટ્રપતિની અંતિમયાત્રામાં વાહને ચાર લોકોને કચડી નાખ્યા  12 ઘાયલ
Advertisement

વિમાન દુર્ઘટનામાં દક્ષિણ-પૂર્વ આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિના મૃત્યુ બાદ આયોજિત શોક સભા દરમિયાન આ અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર, માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમાના નશ્વર અવશેષોને લઈ જતું વાહન કેટલાક શોક કરનારાઓ પર ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં 4 લોકોના મોત અને 12 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, માલાવીના મધ્યમાં આવેલા ગામ ગભિંવયી માં એક અનિયંત્રિત વાહન ભીડમાં ઘૂસી ગયું હતું.

રાજધાની લિલોંગવેથી 180 કિલોમીટર દક્ષિણમાં આવેલા ચિલિમાના મૂળ ગામ એનસિપેમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, લશ્કરી અધિકારીઓ, પોલીસ અને નાગરિકો ઘણા વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત દરમિયાન પગપાળા જઈ રહેલા બે પુરૂૂષ અને બે મહિલાઓને કોઈ વાહને ટક્કર મારી હતી, જેના કારણે તેઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ દરમિયાન લગભગ 12 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

Advertisement

સાઉલ્સ ક્લાઉસ ચિલિમાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો માલાવીના ઉપરાષ્ટ્રપતિના વતન ગામની શેરીઓમાં લાઇનમાં હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક તરફ ભીડને ટાળતી વખતે વાહન બીજી તરફ ભીડ પર ચડી ગયું. ચિલીમાના પક્ષના પ્રવક્તા ફેલિક્સ નજાવાલાએ કહ્યું કે રસ્તામાં કેટલાક લોકો ઉપરાષ્ટ્રપતિની અંતિમ ઝલકની માંગ કરી રહ્યા હતા. જેના કારણે માર્ગ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ફેલિક્સ નજાવાલાએ જણાવ્યું હતું કે ડેડજામાં લોકોએ રસ્તો રોકી દીધો હતો અને ઉપરાષ્ટ્રપતિની અંતિમ ઝલકની માંગણી શરૂૂ કરી હતી, સ્થળ પર જ કેટલાક લોકોએ કાફલા પર પથ્થરમારો પણ કર્યો હતો. માલાવીના ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ક્લાઉસ ચિલિમાં અને ઇન્ય 8 લોકો 10 જૂને એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement