For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના વેપારીને ઊછીના આપેલા અઢી લાખની માગણી કરી ચાર શખ્સોની ધોકાવાળી

12:09 PM Jun 17, 2024 IST | Bhumika
મોરબીના વેપારીને ઊછીના આપેલા અઢી લાખની માગણી કરી ચાર શખ્સોની ધોકાવાળી
Advertisement

વેપારીએ નાણાં આપવાની ના પાડી દેતા ચારેય ધોકા વડે તૂટી પડ્યા, પોલીસમાં નોંધાતો ગુનો

મોરબીના વેપારીના દિકરા પાસેથી આરોપીને અઢી લાખ રૂપિયા લેવાના નિકળતા હોય જે વેપારીએ આપવાની ના પાડતાં આરોપીઓએ વેપારીને ધોકા વડે જેમફાવે તેમ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ વિજયનગર -2 સતનામ એપાર્ટમેન્ટ બ્લોક નં -101 માં રહેતા અને વેપાર કરતા રામજીભાઈ અમરશીભાઈ ભીમાણી (ઉ.વ.51) એ આરોપી હાર્દિક જીતુભાઈ કૈલા રહે. મોરબી, હરેશ ગઢવી, બે અજાણ્યા માણસ, વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.25-06-2024ના રોજ રામચોકના ઢાળીયા પાસે બોસ ઇંડીયા ફેમીલી શોપની દુકાનની બાજુમાં આરોપી હાર્દિકને ફરીયાદિના દિકરા મિલન પાસેથી અઢીલાખ રૂૂપીયા લેવાના નિકળતા હોય જે ફરીયાદિએ આપવાની ના પાડતા આરોપી હાર્દિક તથા હરેશ એ ફરીયાદીને જેમફાવે તેમ ઢીકાપાટુનો મુંઢમાર મારી આરોપી હાર્દિકએ લાકડાનો ધોકો લઈ ફરીયાદિને જમણા પગના સાથળના ભાગે માર મારી આરોપી બે અજાણ્યા માણસો એ લાકડાના ધોકા વડે ફરીયાદિને શરીરના ભાગે જેમાફાવે તેમ મારમારી ઇજા કરી આરોપી હાર્દિકએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર રામજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -323,506(2),114 તથા જી.પી. એક્ટ -135 મુજબ નવા કાયદા બીએનએસ ક. 115(2),351(2),54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement