For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના બોરતળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનો સહિત ચાર સગીરાનાં મોત

06:01 PM May 21, 2024 IST | Bhumika
ભાવનગરના બોરતળાવમાં ડૂબી જવાથી બે સગી બહેનો સહિત ચાર સગીરાનાં મોત
Advertisement

કપડાં ધોતા સમયે પગ લપસતા તળાવમાં પડેલી એક સગીરાને બચાવવા જતાં ચારના ડૂબી જવાથી મોત, એક હોસ્પિટલમાં દાખલ

ભાવનગર શહેરના સિદસર નજીકના બોરતળાવ માં કપડા ધોવા ગયેલ પાંચ સગીરાઓ ડુબતા એક સગીરાને બચાવી લેવામાં આવી છે જ્યારે ચાર તરૂણીના ડુબી જવાથી કરૂણ મોત નિપજતા ભારે શોકની લાગણી ફેલાયેલ છે.

Advertisement

એક સગીરાનો પગ લપસતા પાણીમાં પડતા તેને બચાવવા અન્ય ચાર તરૂણી પણ પાણીમાં પડતા ચારેયના ડૂબી જતાં કરુણ મોત નીપજ્યા છે એક યુવતીને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયેલ છે.
આ કરુણ બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના બોર તળાવ (ગૌરીશંકર સરોવર)માં આજે કપડાં ધોવા ગયેલ પાંચ સગીરાઓ પૈકી એક યુવતીનો પગ લપસતા પાણીમાં પડી ડુબવા લાગતા અન્ય ચાર સગીરાઓએ પણ સગીરાને બચાવવા પાણીમાં કુદી પડી હતી.

જેમાં ચાર સગીરાના ડૂબી જતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એક સગીરા ને પાણીમાંથી બહાર કાઢી બેભાન હાલતી હોસ્પિટલ ખસેડાયેલ છે.

આ બનાવવાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક તરવૈયાઓ પણ સગીરાઓને બચાવવા કામે લાગ્યા હતા.

બોર તળાવમાં ડૂબી જતા મૃત્યુ પામનાર સગીરાઓમાં અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ.17), રાશીબેન મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.9), કાજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ.આ.12) કોમલબેન મનિષભાઈ ચારોલીયા (ઉ.વ. આ.13) જ્યારે કિંજલ મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.12) સારવાર હેઠળ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement