For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી તનિષ્કના ઉચાપત કેસમાં ચાર આરોપી પકડાયા, મહિલા ફરાર

12:01 PM May 15, 2024 IST | Bhumika
મોરબી તનિષ્કના ઉચાપત કેસમાં ચાર આરોપી પકડાયા  મહિલા ફરાર
Advertisement

ગ્રાહકે આપેલા 1.56 કરોડ કંપનીમાં જમા ન કરી કૌભાંડ આચરેલ

મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્કના શો રૂૂમમાં ફરજ બજાવતા મેનેજર, કર્મચારીઓ સહિતનાઓએ મળીને દાગીના ચાઉં કરી જઈને તેમજ ખોટી રીસીપ બનાવી કુલ રૂૂ 1.56 કરોડની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા છે.

Advertisement

મોરબીના રવાપર લીલાપર રોડ પર પ્લેટીનયમ હાઈટ્સમાં હેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ આરોપીઓ હરિભાઈ જયંતીલાલ ભટી રહે પંચાસર રોડ શિવ સોસાયટી મોરબી, આશિષભાઈ રહે મોરબી, ઈરફાન સાદિક વડગામ રહે વાવડી રોડ મોરબી, ભાવના પ્રેમજીભાઈ સોલંકી રહે માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી અને ધવલ અલ્પેશભાઈ પટની રહે ગ્રીન ચોક પાસે મોરબી એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે શો રૂૂમના મેનેજર અને કર્મચારીઓએ ઘણા બધા ઘરેણાના રૂૂપિયા ગ્રાહક પાસેથી લઈને ઘરેણા સોપી આપેલ પણ તેના રૂૂપિયા કંપનીમાં જમા કરાવ્યા ના હતા અને પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે લીધા હતા.

આમ પાંચેય કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને ઘરેણા વેચવાની જવાબદારી હોય જેને સોનાના ઘરેણા જેમાં સોનાની બુટી નંગ 08, સોનાના સેટ નંગ 11, બેન્ગ્લ્સ નંગ 18, ચેઈન નંગ 14, વીંટી નંગ 15, મંગલસૂત્ર 2 નંગ, પેન્ડલના સેટ નંગ 03 અને અધર નંગ 01 સહીત કુલ 73 નંગ ઘરેણા અને દીપકભાઈ પરમારે ખરીદ કરેલ સોનાના ઘરેણા પરત મંગાવી દીપકભાઈને પરત નહિ આપી ખોટી રીસીપ બનાવી કુલ રૂૂ 1,56,14,000 ની ઉચાપત કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને પોલીસે આરોપી હરિભાઈ ભટી, આશિષભાઈ, ઈરફાન વડગામા અને ધવલ પટની એમ ચારને ઝડપી લીધા છે તો મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement