For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળમાં પાલક પિતાએ બીમાર પુત્રી પર દુષ્કર્મ આચર્યું

12:14 PM Jun 13, 2024 IST | Bhumika
શાપર વેરાવળમાં પાલક પિતાએ બીમાર પુત્રી પર દુષ્કર્મ આચર્યું
Advertisement

એક વર્ષ પહેલાં બનેલી ઘટનામાં પથારીવશ પુત્રીની એકલતાનો લાભ લઈ મોઢું દબાવી કુકર્મ આચર્યું

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઔદ્યોગિક વસાહત શાપર વેરાવળમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. મારામારી, ખુનામરકી અને ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે. સાથોસાથ શાપર વેરાવળમાં સગીર બાળાઓને ભગાડી જવાના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે ત્યારે શાપર વેર્ાવળમાં જ રહેતી યુવતી પર પાલક પિતાએ એક વર્ષ પહેલા મોઢે ડુચો દઈ ગળુ દબાવી દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સનસનાટી મચી જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં રહેતી 20 વર્ષની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના જ પાલક પિતાનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 2023ના જુલાઈ માસમાં યુવતી બિમાર હોય અને અશકત હોવાના કારણે પથારીવશ હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ પાલક પિતાએ બિમાર પુત્રીનું મોઢુ દબાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું અને ગળુ દબાવી જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

પરિણીતાએ પાલક પિતા સામે નોંધાવેલ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે પાલક પિતા અવારનવાર તેની છેડતી પણ કરતો હતો પરંતુ સમાજમાં આબરૂ જવાની બીકે યુવતી મુંગા મોંઢે સહન કરતી હતી જેના કારણે જ યુવતી બિમાર હતી ત્યારે જ પાલક પિતાની હિંમત વધી ગઈ હતી અને યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે.

આ ઘટના અંગે શાપર વેરાવળ પોલીસે ગુનો નોંધી આરોપી પાલક પિતાની ધરપકડ કરવાની કાર્યવાહીહાથ ધરી છે. આ બનાવ અંગેની તપાસ પીએસઆઈ જે.બી.જાડેજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement