For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરણ 10ની પૂરક પરીક્ષાના ફોર્મ 22મી સુધી ભરી શકાશે

04:02 PM May 16, 2024 IST | Bhumika
ધોરણ 10ની પૂરક પરીક્ષાના ફોર્મ 22મી સુધી ભરી શકાશે
Advertisement

રાજ્યમાં આ વર્ષે ધોરણ 10ના પરિણામે છેલ્લા 30 વર્ષના તમામ રેકોર્ડ તોડયા છે નાપાસ થયેલા વિધાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં જૂલાઈમાં શરૂ થનારી ધોરણ 10ની પૂરક પરીક્ષાના ફોર્મ આજથી ભરવાના શરૂૂ થઈ ગયા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જે પૂરક પરીક્ષા આપવા માંગે છે તેઓ 22 મેના સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તમે બોર્ડની વેબસાઇટ પરથી પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો. સાથે જ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્પ પસંદ કરી શકે છે.

ફોર્મ બાબતે એક મહત્વપૂર્ણ બાબત એ કે, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી માફ કરી દેવાય છે. જે વિદ્યાર્થી ધોરણ 10માં ત્રણ વિષય સુધીમાં નાપાસ થયા છે તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન કરેલ છે. જેમાં જે વિધાર્થી એક વિષયમાં નપાસ હશે તો 145 રૂૂપિયા બે વિષયમાં નાપાસો તો 235 અને ત્રણ વિષયમાં નપાસ હશે તો 265 રૂપિયા ફી ભરવી પડશે. ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 માટે તમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નીચે આપેલ વેબસાઈટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement