For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝિમ્બાબ્વેેના પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યો હુમલો, ડોગીએ બચાવ્યો જીવ

12:45 PM Apr 26, 2024 IST | Bhumika
ઝિમ્બાબ્વેેના પૂર્વ ક્રિકેટર પર દીપડાએ કર્યો હુમલો  ડોગીએ બચાવ્યો જીવ

ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર ગાય વ્હિટલે ફરી એકવાર મોતને હાથતાળી આપી છે. હકીકતમાં તેની પર એક દીપડાંએ હુમલો કર્યો હતો પરંતુ તેના કૂતરાએ દીપડાંને પાછો પાડી દેતાં જીવ બચ્યો હતો. કૂતરો ન હોત તો તેનું મોત નક્કી હતું. વ્હિટલ જ્યારે ટ્રેકિંગ પર ગયો ત્યારે તેના પર દીપડાએ હુમલો કર્યો હતો. 51 વર્ષીય વ્હિટલની હાલત જોઈને સમજી શકાય છે કે તેને કેટલી ઈજા થઈ છે.તેની પત્નીએ હોસ્પિટલના બેડ પરથી તેના ફોટા શેર કર્યાં છે.

Advertisement

સપ્ટેમ્બર 2013માં આઠ ફૂટ લાંબો મગર વ્હિટલના બેડ નીચે આવી ગયો હતો. આ મગર પલંગની નીચે પડ્યો હતો, જેના પર વ્હિટલ આખી રાત સૂતો હતો. વ્હિટલની પત્ની હન્નાહ સોલ્ટેસે તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે બે તસવીરો શેર કરી છે, જેમાંથી એકમાં વ્હિટલ હોસ્પિટલના બેડ પર પડેલો જોવા મળી રહ્યો છે, તો બીજા ફોટોમાં તે લોહીથી લથપથ જોવા મળી રહ્યો છે.

ગાય વ્હિટલ બેટીંગ ઓલરાઉન્ડર હતો અને તેણે 1993થી 2003 દરમિયાન ઝિમ્બાબ્વે તરફથી કુલ 46 ટેસ્ટ અને 147 વન ડે રમી હતી. ગાય વ્હિટલે ટેસ્ટ ક્રિકેટમાં પણ બેવડી સદી ફટકારી છે. તેણે 2207 ટેસ્ટ રન અને 2705 વન-ડે રન બનાવ્યા છે. ગાય વ્હિટલે ચાર ટેસ્ટ સદી ફટકારી છે, જ્યારે વન ડેમાં તેણે 11 અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે 51 ટેસ્ટ અને 88 વન-ડે ઈન્ટરનેશનલ વિકેટ ઝડપી છે. વ્હિટલે 1995માં હરારેમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી અને ત્યારબાદ ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવીને પ્રથમ ટેસ્ટ જીત નોંધાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement