For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુતિયાણા પૂર્વ પાલિકા પ્રમુખ ઢેલીબેને પાણી માટે નર્મદાની લાઇન તોડી નાખી

12:38 PM May 16, 2024 IST | Bhumika
કુતિયાણા પૂર્વ પાલિકા પ્રમુખ ઢેલીબેને પાણી માટે નર્મદાની લાઇન તોડી નાખી
Advertisement

હું મારા ગામને પાણી પુરું પાડીશ, જે પગલાં ભરવા હોય તે ભરો

કુતિયાણા નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે પાણી માટે નર્મદા લાઇનમાં તોડફોડ કરી હતી.તેમણે કુતિયાણાને પાણી નહી મળતું હોવાથી નર્મદાની પાણીની પાઇપ લાઈનમાં તોડફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

Advertisement

આ મામલે અધિકારીઓને અનેક વખત રજુઆત કરવા છતા કોઇ ઉકેલ ન આવતા તેમણે પાઇપમાં તોડફોડ કરી હતી. તેમણે કહ્યુ હતું કે આ લાઇન તોડીને હું મારા ગામને પાણી પુરુ પાડીશ , મારા વિરુદ્ધ અધિકારીઓને જે પગલા લેવા હોય તે લઇ શકે છે.

ઢેલીબેન ઓડેદરાએ જેસીબી બોલાવીને ઉપલેટાથી પોરબંદર આવતી પાઇપલાઇનમાં તોડફોડ કરી હતી.. તેમણે કહ્યું હતું કે મારી વાત કોઇ અધિકારીએ કાને ધરી નથી જેથી મારે આ કરવા મજબુર થવું પડ્યું છે.મહત્વની વાત તો એ હતી કે પાંચ-પાંચ કલાક સુધી નર્મદાની લાઇનમાં તોડફોડનું કામ ચાલુ હોવા છતા એકપણ અધિકારી ત્યાં ફરક્યા ન હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement