For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂર્વ ક્રિકેટર તેંડુલકરના સુરક્ષાકર્મીની આત્મહત્યા

11:12 AM May 16, 2024 IST | Bhumika
પૂર્વ ક્રિકેટર તેંડુલકરના સુરક્ષાકર્મીની આત્મહત્યા
Advertisement

સચિન તેંડુલકરની સુરક્ષા કાફલામાં તહેનાતSRPFના એક જવાને ગઈકાલે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળે છે. અહેવાલ અનુસાર ગઈકાલે રાત્રે એટલે કે 14મી મેના રોજ પોતાના વતન ગામમાં આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાના પૈતૃક ઘરમાં પોતાને ગોળી મારી હોવાનું કહેવાય છે. મૃતકની ઓળખ પ્રકાશ કાપડે તરીકે થઈ હતી જેણે પોતાની સર્વિસ ગન વડે પોતાને ગોળી મારી દીધી હતી.

અહેવાલો અનુસાર પ્રકાશ કાપડે નામનો જવાન રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સનો સભ્ય હતો. તે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની સુરક્ષા માટેના કાફલામાં તહેનાત હતો.

Advertisement

પ્રકાશ વેકેશનમાં તેના પૈતૃક ઘરે ગયો હતો. તેણે મંગળવારે મોડી રાત્રે એટલે કે 14મી મેના રોજ જામનેર શહેરમાં પોતાના પૈતૃક ઘરે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકે આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે તેણે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ એફઆઈઆરની તપાસમાં એવું લાગે છે કે કાપડેએ કેટલાક અંગત કારણોસર પોતાને ગોળી મારી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement