For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યભરમાં દરોડા બાદ વિઝા એજન્સીની ગેરરીતિની તપાસ માટે સીટની રચના

04:04 PM Dec 21, 2023 IST | Bhumika
રાજ્યભરમાં દરોડા બાદ વિઝા એજન્સીની ગેરરીતિની તપાસ માટે સીટની રચના

એક એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઇ તથા સ્ટાફનો સમાવેશ

Advertisement

ક્રાઇમ દ્વારા ગત શનિવારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિઝા અને પીઆરની કામગીરી કરતા એજન્ટોની 17 જેટલી ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં માટાપાયે બનાવટી સર્ટિફેકેટ, પાસપોર્ટ સહિતના વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા હતા. જે કેસની તપાસ માટે સીઆઇડી ક્રાઇમના વડા દ્વારા સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે.
બીજી તરફ અમદાવાદની સીજી રોડ પર આવેલા હાઇટેક એજ્યુકેશનના સંચાલક જીગર શુક્લાના બે દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂૂ કરવામાં આવી છે. અમેરિકા, યુકે અને કેનેડા તેમજઅન્ય દેશોમાં ઙછ, વીઝાની કામગીરી કરતા એજન્ટો દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં મોકલવા માટે ખોટા પ્રમાણપત્રો, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ તેમજ અન્ય ગેરરીતી મોટાપાયે આચરવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને મળી હતી. જેના આધારે ગત શનિવારે સીઆઇડી ક્રાઇમના એડીજીપી ડો રાજકુમાર પાંડિયને એક સાથે 17 ટીમ તૈયાર કરીને 15 જેટલા સ્થળોએ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નવરંગુરા હાઇટેક એજ્યુકેશન અને ગાંધીનગર ખાતે એક ઓફિસમાંથી દારૂૂ પણ મળી આવ્યો હતો. સાથે સાથે પોલીસે મોટાપાયે પાસપોર્ટની નકલો, પ્રમાણપત્રો અને કોમ્પ્યુટર, લેપટોપ અને અન્ય સાધનો મળી આવ્યા હતા. ગાંધીનગરમાં પોલીસે જપ્ત કરેલા દસ્તાવેજોમાં બનાવટી સર્ટીફિકેટ પણ મળી આવ્યા હતા. જેથી સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇને સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં એક એસ પી, 3 ડીવાયએસપી, પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર અન્ય અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement