For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત સરકારના બજેટ-2024 માટે પાંચ સભ્યોની કમિટીની રચના

04:13 PM Jan 01, 2024 IST | Sejal barot
ગુજરાત સરકારના બજેટ 2024 માટે પાંચ સભ્યોની કમિટીની રચના

1લી ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભા બજેટ સત્રની શરૂૂઆત થઈ જશે. આગામી વિધાનસભા બજેટ સત્રને ગૃહમાં રજૂ કરવમાં આવશે. વર્ષ 2024-25ના બજેટને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક કમિટીની રચના કરી છે. આ કમિટી નાણા મંત્રી કનુભાઈ દેસાઈનું બજેટ ભાષણ તૈયાર કરશે અને ગુજરાતના સર્વાંગી વિકાસને આગળ વધારવા માટેનું બજેટ તૈયાર કરશે. આગામી વર્ષનું બજેટ ભાષણ તૈયાર કરવા માટે આ કમિટીમાં નાણામંત્રી કનુ દેસાઈ, મંત્રી ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા અને ભાનુ બાબરિયા કમિટિમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કમિટી ગુજરાતના સર્વાંગી વિકાસ અને લાંબા ગાળાના વિકાસને ધ્યાને રાખીને બજેટ ભાષણ તૈયાર કરશે.
આગામી ગુજરાત સરકારનું બજેટ વર્ષ 2024-25 માટે રજૂ કરવામાં આવનાર છે. બજેટ સત્રને લઈને સંભવિત 26 બેઠકો મળશે અને 1 ફેબ્રુઆરીથી વિધાનસભા બજેટ સત્ર શરૂૂ થશે. વિધાનસભામાં 2 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement