સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

મનપાનુું કાલે ઔપચારિક જનરલ બોર્ડ

04:08 PM May 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

એજન્ડા રજૂ થશે પરંતુ પ્રશ્ર્નોતરી અને દરખાસ્ત મંજૂર નહીં થાય

રાજકોટ મહાપાલિકાનું દ્વિ માસિક જનરલ બોર્ડ આવતી કાલે રમેશભાઈ છાયા સભાગૃહમાં 11 વાગે મળશે. ચૂંટણીની આચારસંહિતા લાગુ છે ત્યારે આ બોર્ડ માત્ર ઔપચારિકતા પુરતુ જ મળવાનું છે. પ્રશ્નોતરી નહિ લેવાય કે નહિ કોઈ ઠરાવની ચર્ચા કરી નિર્ણય લેવાય ફક્ત બોર્ડના તમામ સભ્યો પોતાની હાજરી પુરાવી વંદેમાતરમ ગીત ગાયને બોર્ડ પુરુ કરવાની જાહેરાત અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે.

દર બે મહિને મહાપાલિકાનું બોર્ડ બોલાવવાનું ફરજીયાત છે ત્યારે આજે મુદ્દતને ધ્યાને રાખીને સેક્રેટરી રૂૂપારેલિયાએ મેયર નયનાબેન પેઢડિયાના આદેશથી સામાન્ય સભા માટે એજન્ડા કર્યો હતો.

એજન્ડામાં પાંચ ઠરાવો મૂકાયા છે. જેમાં નાનામવા કોર્નરના પ્લોટની ફાળવણી રદ્દ કરવી, માર્કેટ શાખામાં દબાણ હટાવ શાખાના ઈન્સપેકટરોની હંગામી ઉપસ્થિતિની નવ જગ્યાઓ કાયમી કરવી માટેની દરખાસ્ત,વોર્ડ નં.12ના વાવડીને લાગુ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની દરખાસ્ત. કડીયાનાકાથી નજીકના વિસ્તારમાંશ્રમીક બસેરા માટે જમીન ફાળવવા માટે દરખાસ્ત, મહાપાલિકાની વિવિધ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુક્ત કર્મચારીઓને પગાર બાંધણીની વિસંગતતાઓ દુર કરવા માટેની દરખાસ્ત નિર્ણય માટે આવી છે પણ આચારસંહિતાના કારણે તેમાં કોઈ જ નિર્ણય નહિ થઈ શકે.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠકનું મતદાન થઈ.ડ ચુક્યું છે પણ અન્ય ત્રણ તબક્કાના.હ મતદાન બાકી હોવાથી આચારસંહિતા : યથાવત રહી છે. આ ત્રણે તબક્કાના મતદાન પૂર્ણ થયા બાદ મત ગણના 3 થશે અને ચૂંટણીના પરિણામો તા.4ના રોજ જાહેર થયા બાદ કાયદેસર બોર્ડ બોલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અત્યાર સુધી થયેલ ટેન્ડરોની સ્ટેન્ડિંગ મંજુર થયેલ દરખાસ્તો પૈકી ખાસ બોર્ડ લક્ષી દરખાસ્તનો લાંબો એજન્ડા રજૂ કરાશે.

Tags :
Formal General Boardgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement