For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભૂલકાંઓ આનંદો… રવિવારથી ફનસ્ટ્રીટનો થશે પ્રારંભ

04:20 PM May 16, 2024 IST | Bhumika
ભૂલકાંઓ આનંદો… રવિવારથી ફનસ્ટ્રીટનો થશે પ્રારંભ
Advertisement

તા.19થી ચાર રવિવાર સવારે 7થી 9 કલાક સુધી રેસકોર્સ ખાતે ફનસ્ટ્રીટમાં ઊમટી પડવા તંત્રની અપીલ

રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ (ચિત્રનગરી) દ્વારા અગાઉ રેસકોર્ષ ખાતે દર રવિવારે ફન સ્ટ્રીટનું આયોજન થતું હતું. જેમાં બાળકોથી માંડીને વડીલો સુધીના સૌ કોઈને નિર્દોષ આનંદ મળે તેવી વિવિધ પરંપરાગત રમતો/સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ ફન સ્ટ્રીટને શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળેલ છે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્તયાદીમાં જણાવે છે કે, ચાલુ સાલ ઉનાળુ વેકેશન અને નગરજનોની લાગણીને ધ્યાનમાં રાખી, રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહયોગથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ દ્વારા ફન સ્ટ્રીટ ફરી એક વખત શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ ફન સ્ટ્રીટ આગામી તા.19/05/24, રવિવાર તથા ત્યારબાદ તા.26/05/24, તા.02/06/24 તથા તા.09/06/24, રવિવારના રોજ સવારે 07:00 કલાકથી 09:00 કલાક સુધી રેસકોર્ષ આર્ટ ગેલેરીથી સ્વિમિંગ પૂલ વચ્ચેના એરિયામાં યોજાશે. મોટાભાગના લોકો મોબાઈલમાં ખોવાયેલા રહેતા હોય છે ત્યારે આપણી વિસરાય ગયેલ શેરી રમતોને પુન:જીવિત કરવા માટે આ રમતો આ ફન સ્ટ્રીટમાં જોવા મળશે મ્યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ, લીંબુ ચમચી, લખોટી, ભમરડા, ગોળ કુંડારા, ચેસ, કેરમ, સાપ સીડી, લુડો, ડાંસ ગરબા સહિત વિવિધ રમતો ફન સ્ટ્રીટમાં જોવા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement