For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સતત ત્રીજા દિવસે રૈયા રોડ-માધાપરમાં વીજતંત્રની 47 ટુકડી ત્રાટકી

06:15 PM Aug 07, 2024 IST | Bhumika
સતત ત્રીજા દિવસે રૈયા રોડ માધાપરમાં વીજતંત્રની 47 ટુકડી ત્રાટકી
Advertisement

મંગળવારના ચેકિંગ દરમિયાન વધુ 21.24 લાખની વીજચોરી પકડાઇ

સ્થાનિક વીજતંત્રએ ગત સોમ-મંગળ દરમિયાન રૂા.41.78 લાખની વીજચોરી ઝડપી લીધા બાદ આજે સતત બીજા દિવસે રૈયા રોડ અને માધાપર સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં 47 ટુકડીએ ત્રાટકીને કડક વીજચેકિંગ કરતાં યેનકેન પ્રકારે વીજચોરી કરતાં રહેણાંક કોમર્શિયલ વીજકનેકશન ધારકોમાં ભય સાથે દોડાદોડી થઇ હતી.
આજે સવારથી જ રૈયારોડ અને માધાપરના વિસ્તારોમાં હાથ ધરાયેલ ચેકીંગ અંગે વીજતંત્રના મોનિટરીંગ ઓફિસર્સ જે.બી. ઉપાધ્યા અને બી.યુ. પટેલે વધુ વિગતો આપતા ગુજરાત મિરરને જણાવ્યું હતું કે આજે જુદાજુદા ચાર ફિડરોમાં આવતા વિસ્તારોના તમામ પ્રકારના વીજ કનેકશનો તપાસાયા હતા.

Advertisement

જેમા પરફેકટ અર્બન ફિડર હેઠળના શાસ્ત્રીનગર, વીર હનુમાન ચોક, રાણીમા રૂડીમાં મંદિર વિસ્તાર, ઓસ્કાર અર્બન હેઠળના રઘુપાર્ક, કૃષ્ણનગર, પ્રજાર પાર્ક, સત્યમ- શિવમ, સુંદરમ, આર.એમ.સી. અર્બન હેઠળના 25 ચોરસ વારીયા, સિંધોઇનગર, સૈનિક સોસાયટી તેમજ પ્રભાત સોલવંટ હેઠળના ઘંટેશ્વર ગામ નવો 150 ફુટ રીંગરોડ અને વૃંદાવન સોસાયટીમાં સઘન ચેકીંગ હાથ ધરાયું હતું.

ઘણી જગ્યાએ શંકાસ્પદ વીજ કનેકશનો જોવા મળતા કયારથી વીજચોરી કરવામાં આવતી હતી તેનો આંકડો મેળવવા કવાયત આદરાઇ છે. દરમિયાન મંગળવારે કોઠારીયા રોડ અને મોરબી રોડ પર કરાયેલ ચેકીંગ દરમિયાન 894 કનેકશનો તપાસતા 71 વીજ કનેકશનોમાં થતી વીજ ચોરી બહાર આવી હતી. આ તમામને રૂા.21.24 લાખના દંડ સહીતના બીલો ફટકારાયા હોવાનું વીજ અધિકારીઓ ઉપાધ્યાય અને પટેલે જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement