For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માવઠાથી કેસર કેરીના ઉત્પાદકો માટે પડયા ઉપર પાટુ, બોક્સે 300 ઘટયા

04:26 PM May 15, 2024 IST | Bhumika
માવઠાથી કેસર કેરીના ઉત્પાદકો માટે પડયા ઉપર પાટુ  બોક્સે 300 ઘટયા
Advertisement

માવઠાની આગાહીથી બજારમાં વિપુલ પ્રમાણમાં બોકસ ઠલવાયા, સિઝન વહેલી પૂર્ણ થઇ જવાની ભીતિ

Advertisement

ગીર પંથકમાં કમોસમી વરસાદ વાવાઝોડાને લઇને પ્રખ્યાત કેસર કેરી પકવતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યાં છે. જો વરસાદ પડે, તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જાય તેમ છે.વરસાદની ભીતિને પગલે કેસર કેરીના બગીચામાં ખેડૂતો દ્વારા પુરજોશમાં હાર્વેસ્ટીંગ શરુ થયું છે, જેને લઈને માર્કેટમાં કેસર કેરી વિપુલ પ્રમાણમાં આવતા ભાવો પણ તૂટ્યા છે.ચાલુ વર્ષે વાતાવરણમાં સતત ફેરફારને કારણે ગીર પંથકની પંથકની કેસર કેરી ઉપર શરૂૂઆતથી જ ગ્રહણ લાગ્યું હોય તેમ કેસર કેરીના ફ્લાવરિંગ સ્ટેજમાં જ આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ અટકી ગયું હતું.

જે બાદ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કુપણો ફૂટવા લગતા અને સાથોસાથ કેરી વધુ પ્રમાણમાં ખરી રહી હતી જેને લઇ ગત વર્ષની સરખામણીએ આ વખતે આંબાઓમાં કેસર કેરી 50 ટકા જ આવી છે.

આવા સમયે હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી આપવાની સાથે જ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂૂપે પગલાં લેવા અપીલ કરવામાં આવી હતી. જેથી ખેડૂતોએ કેરીના બગીચાઓમાં તૈયાર અને આગામી દિવસોમાં તૈયાર થનાર કાચી કેરીના ફળોને ઉતારવાની પુરજોશમાં શરૂૂઆત કરી હતી.

જેથી માર્કેટમાં વિપુલ પ્રમાણ માં કેરી આવતા બજાર ભાવો પણ તૂટતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જો આ કમોસમી વરસાદ આવશે તો ગીરના આંબાના બગીચાઓમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થશે તેવું પણ ખેડૂતો અને ઇજારદારો અને કૃષિ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

સામાન્ય રીતે હજી તો કેરીની સીઝન શરૂ થઈ છે અને આ કેરીની સીઝન હજી એક મહિનો સુધી ચાલતી હોય છે પોતાના આંબાના ઝાડ પરથી કાચી કેરી ઉતારવાનું શરૂૂ કરી દીધું છે.

ત્યારે છેલ્લા 2 દિવસ માં માર્કેટમાં વિપુલ પ્રમાણમાં કેસર આવતા બોક્ષ 200થી 300 જેટલા ભાવો પણ તૂટ્યા છે. અને જો આજ સ્થિતિ રહી તો ટૂંક સમયમાં જ કેરી પૂર્ણ થઈ જશે તેવું પણ નિષ્ણાતો જણાવી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement