For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરના રોજાસર ગામે લગ્નમાં 38ને ફૂડપોઇઝનિંગ

12:16 PM May 13, 2024 IST | Bhumika
સુરેન્દ્રનગરના રોજાસર ગામે લગ્નમાં 38ને ફૂડપોઇઝનિંગ
Advertisement

લીંબડી તાલુકાના રોજાસર ગામે રહેતા શામજીભાઈ ખોડાભાઈ મેણિયાના ઘરે લગ્ન પ્રસંગ હતો. લખતર તાલુકાના અણિયાળી ગામથી જાનૈયા આવ્યા હતા. ખજેલી અને શિયાણી ગામથી ભોજન મંગાવવામાં આવ્યું હતું. બાળકો સહિત 350થી 400 જેટલા લોકોને ભોજનનો ઝાયકો માણ્યો હતો. ભોજન લીધા પછી બાળકો અને યુવાનોને પેટમાં દુખાવો અને ઉલટી શરૂૂ થઈ ગઈ હતી.

બાળકો સહિત 38 લોકોને ફૂડ પોઈઝનિંગ અસર થતા તમામને સારવાર માટે રાણાગઢ હોસ્પિટલે લઇ જવાયા હતા સારવાર માટે બેડ ઓછા પડ્યા હતા. સારવાર બાદ દર્દીઓને 3 કલાક ઓબઝર્વેશનમાં રાખ્યા પછી રજા આપી દેવામાં આવી હતી. સેમ્પલ નહીં લેવાતાં શું ખાવાથી ઝેરી અસર થઈ તે કારણ અકબંધ રહેશે જમણવારમાં 400 લોકોએ ભોજન લીધું જેમાંથી 14 વર્ષથી નીચેના 33 બાળકો 17 વર્ષથી વધુના 5 યુવાનોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.

Advertisement

ફૂડ પોઇજનીંગ શામાટે થયું તેની તપાસ કરવા આરોગ્ય વિભાગની ટીમ રોજાસર પહોંચી પરંતુ ત્યાં સુધીમાં તો વધેલા તમામ ભોજનનો નાશ કરી નાખ્યો હતો. જેના કારણે ભોજનનું સેમ્પલ લઈ શકાયું નહોતું! શું જમવાથી ઝેરી અસર થઈ તે કારણ અકબંધ જ રહેશે. અમુક બાળકો અને યુવાનોએ બહારથી કુલ્ફી ઠંડા પીણાંપણ પીધાં હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement