For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓમાનમાં અચાનક પૂર: એક ભારતીય સહીત 17નાં મૃત્યુ

05:36 PM Apr 16, 2024 IST | Bhumika
ઓમાનમાં અચાનક પૂર  એક ભારતીય સહીત 17નાં મૃત્યુ

ખાડીદેશ ઓમાનના સમદ અજાશાનમાં ભારે વરસાદથી અચાનક પુર આવતા વહેતા પાણીમાં વાહનો તણાઇ જતા એક ભારતીય મુળના મલયાલી સહીત 17 માણસોના મોત થયા છે. દુર્ઘટનાનો ભોગ બનેલા વાહનોમાં વિદ્યાર્થીઓની બસ પણ સામેલ હતી. જેમાં મુસાફરી કરી રહેલા બાળકો અને ડ્રાઇવર માર્યા ગયા હતા. ઓમાનનો ઉત્તરીય અલ શારકિયાર પ્રાંત સૌથી વધુ પ્રભાવીત છે. ઓમાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે રોયલ ઓમાન પોલીસ અને ઓમાની આર્મીને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન દુબઈમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement