For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં પણ ફિક્સિગં, તપાસ શરૂ

01:26 PM Apr 24, 2024 IST | Bhumika
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં પણ ફિક્સિગં  તપાસ શરૂ

એક તરફ દુનિયાભરમાં ઘણી T20 લીગ રમાઈ રહી છે તો બીજી તરફ આ લીગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં હવે ફિક્સિંગનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ભારતીય નાગરિક યુની પટેલ, લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં એક ટીમના માલિક, પી આકાશ સાથે મેચ ફિક્સિંગ માટે આરોપો ઘડવામાં આવી રહ્યા છે. ઙઝઈંના અહેવાલ મુજબ કોલંબો મેજિસ્ટ્રેટ કોર્ટના એક અધિકારીએ આ માહિતી આપી છે. યુની પટેલ આ ટૂર્નામેન્ટમાં કેન્ડી સ્વેમ્પ આર્મી ટીમના માલિક છે. આકાશ પંજાબ રોયલ્સનો મેનેજર છે અને બંને સામે આરોપો ઘડવામાં આવશે. પાલ્લેકલેમાં 8 થી 19 માર્ચ દરમિયાન લિજેન્ડ્સ લીગ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ રાજસ્થાન કિંગ્સે જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા અને સુરેશ રૈના જેવા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. શ્રીલંકાના ભૂતપૂર્વ ઘઉઈં કેપ્ટન અને શ્રીલંકાની રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ ઉપુલ થરંગા અને ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી નીલ બ્રૂમનો ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બંને ખેલાડીઓએ રમત મંત્રાલયની સમિતિને ફરિયાદ કરી હતી. બંને ખેલાડીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને ખરાબ રમવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફરિયાદ બાદ શ્રીલંકાની કોર્ટે આરોપી યુની પટેલ અને આકાશને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement