For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાઝિયાબાદમાં રહેણાક બિલ્ડિંગમાં આગ લાગતા બે બાળકો સહિત પાંચનાં મોત

05:49 PM Jun 13, 2024 IST | admin
ગાઝિયાબાદમાં રહેણાક બિલ્ડિંગમાં આગ લાગતા બે બાળકો સહિત પાંચનાં મોત

એક મહિલા અને બાળકને બચાવી લેવાયા

Advertisement

ગાઝિયાબાદમાં એક રહેણાંક બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠતા બે બાળકો સહિત પાંચ નાગરિકોના મોત નિપજયા હતા જયારે અન્ય બે ઘાયલ થયા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને તેના બે સંતાનો સહિત પાંચનો સમાવેશ થાય છે.

લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેહતા હાજીપુરમાં બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે બિલ્ડિંગમાં આગ લાગવાની માહિતી મળી હતી. પોલીસ કર્મચારીઓ અને અગ્નિશામકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બિલ્ડિંગમાંથી એક મહિલા અને એક બાળકને બચાવ્યા હતા, પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Advertisement

ગાઝિયાબાદના એડિશનલ પોલીસ કમિશનર દિનેશ કુમાર પીએ જણાવ્યું હતું કે આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂૂ થઈ હતી અને ઝડપથી પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી, જેમાં રહેવાસીઓ ફસાઈ ગયા હતા. ઘરમાં રાખવામાં આવેલા જવેલનશીલ પ્રવાહીના કારણે આગ ફેલાઈ હતી. તેમણે કહ્યું કે, ઈમારતમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે.પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ સૈફુલ રહેમાન (35), પત્ની નઝીરા (32), પુત્રી ઈસરા (7), ફૈઝ (7 મહિનાની) અને ફરહીન ઉર્ફે પરવીન (25) તરીકે થઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement