For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોદાવરી ગામે જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા

01:44 PM Dec 18, 2023 IST | Sejal barot
ગોદાવરી ગામે જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાંથી જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલી ત્રણ મહિલા સહિત પાંચ પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લીધી છે.
લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમી ના આધારે લાલપુર પોલીસે દરોડો પાડી ગંજી પાના વડે હારજીતના જુગાર રમી રહેલા સાહિલ હાસમભાઈ સમા, રોશનબેન મહમદભાઈ પટ્ટા, શેર બાનું લાખાભાઈ પટ્ટા રોશન બેન હાસમભાઈ પટ્ટા, તેમ જ રીયાઝ ભીખુભાઈ પટ્ટા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 2240 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામનગર માં ભીમ વાસ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો, ત્યાંથી જાહેરમાં ચલણી સિક્કા ઉછાળીને જુગાર રમી રહેલા દિપક દેવજીભાઈ ચાવડા અને જગદીશ હરજીભાઈ ચૌહાણની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 1651ની રોકડ રકમ કબજે કરી છે. જુગાર અંગેનો ત્રીજો દરોડો ધ્રોળમાં ખાટકીવાસમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા દાઉદભાઈ મેંમણ ની પોલીસે અટકાયત કરી લઇ તેની પાસે થી રૂૂપિયા 1110 ની રોકડ રકમ કબજે કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement