For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડમ્પર અને કાર અથડાતા તબીબ પરિવારના પાંચનાં મોત

12:23 PM Jun 07, 2024 IST | Bhumika
ડમ્પર અને કાર અથડાતા તબીબ પરિવારના પાંચનાં મોત
Advertisement

જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતા પરિવારને રસ્તામાં કાળે આંતર્યો, હિંમતનગર નજીક ગોઝારો અકસ્માત

હિમંતનગર ઈડર હાઈ-વે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નેત્રામલી વતનમાં આવેલા તબીબ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતાં. જન્મદિવસનું ઉજવણી કરીને પરત આવતાં તબીબ પરિવારની કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં સાત માસની બાળકી સહિત પાંચ શખ્સોના મોતથી ભારે શોક વ્યાપી ગયો છે. હાઈ-વે ઉપર ડાયવર્ઝનના કારણે પથ્થર ભરેલું ડમ્પર કાર સાથે અથડાતા નેત્રામલીના ઝરીવાલા પરિવારના ચાર સભ્યો આ અકસ્માતમાં મોત પામ્યા છે.

Advertisement

અકસ્માતની મળતી વિગતો મુજબ, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઈડર હાઈ-વે પર ગઈકાલે મોડી રાત્રે ડમ્પર અને એન.એચ.02 સી.વી.6823 નંબરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં નેત્રામલીના તબીબ પરિવારના પાંચ સભ્યો કાળનો કોળીયો બની ગયા હતાં. નેત્રામલીનો પરિવાર વતનમાં આવ્યો હોય અને જન્મદિવસની ઉજવણી કરવા ગયા હતાં. નજીક હાઈ-વે પરની હોટલમાં જન્મદિવસની ઉજવણી કરી રાત્રે જમીને પરત આવતાં હતાં ત્યારે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસની ટીમ અને 108 ટીમનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. રાત્રિના સમયે હિમંતનગરથી ઈડરના નેત્રામલી પોતાના ઘરે જવા નીકળેલા પરિવારને રોડ પરના ડાયવર્ઝનના કારણે આ અકસ્માત નડયો હતો.

રોડની સમારકામની કામગીરીને કારણે સપ્તાહમાં પાંચ અકસ્માત
તબીબ પરિવારને જે ધોરી માર્ગ પર અકસ્માત નડયો ત્યાં ડાયવર્ઝન આપેલું હોય અને રોડના સમારકામની કામગીરી ચાલી રહી છે ત્યારે ધીમી ગતિએ ચાલતી આ રોડની સમારકામની કામગીરીના કારણે છેલ્લા એક અઠવાડિયામાં આ રોડ પર પાંચ જેટલા અકસ્માતો થયાનું સ્થાનિક લોકોએ જણાવી ધીમા કામ બદલ લોકોએ હાઈવે ઓર્થોરીટી સામે રોષ વ્યકત કર્યો હતો. ડાયવર્ઝનના કારણે તબીબ પરિવારની કારનો પથ્થર ભરેલા ડમ્પર સાથે અકસ્માત થતાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement