For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાણાવાવમાં યુવાન ઉપર પાંચ શખ્સોનો ગુપ્તી-પાઇપ વડે હુમલો

12:09 PM Jun 11, 2024 IST | admin
રાણાવાવમાં યુવાન ઉપર પાંચ શખ્સોનો ગુપ્તી પાઇપ વડે હુમલો
Advertisement

શાપરમાં પાડોશી દંપતીના ડખ્ખામાં વચ્ચે પડેલા શ્રમિક યુવક અને યુવતીને માર પડયો

રાણાવાવમાં યુવાન સાથે પાંચ શખ્સોને નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ગુપ્તી અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાણાવાવમાં રહેતા યુસુફ અમનશા રફાઇ (ઉ.વ.28) સાથે ફિરોજશા, સબીરશા, ફિરોજશા, ફેજલશા અને અસલમશા સહિતના શખ્સોએ ઝઘડો કરી ગુપ્તની અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાણાવાવ, પોરબંદર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં શાપર વેરાવળમાં મજૂરી કામ કરતા અદાલતકુમાર રામબાલક મહંતો (ઉ.વ.19) અને રામાવતીબેન શીલાના મહંતો (ઉ.વ.21) પાડોશમાં રહેતા દંપતીના ઝઘડામાં છોડવા વચ્ચે પડયા હતા ત્યારે જનક સહિતના શખ્સોએ લકડી વડે માર માર્યો હતો. યુવક યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ઉપરોક્ત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement