સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

હાલારમાં પાંચ ઇંચ સુધી વરસાદથી જળબંબાકાર, બાળક સહિત ત્રણનાં મોત

12:05 PM Jun 27, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કાલાવડમાં મેઘરાજાની સટાસટી: નપાણિયા ખીજડિયા-છતર-બાલંભડી તથા મોટા ભાડુકિયામાં 4 થી 5 ઈંચ સુધીનો વરસાદ: લાલપુરમાં એક અને જામજોધપુરમાં અડધો ઈંચ: કાલાવડના ડેરી ગામમાં બળદગાડું તણાતાં દોઢ વર્ષના બાળક તથા બે બળદનાં મોત: જામજોધપુરના બમથિયા ગામમાં વીજળી ત્રાટકતાં ભરવાડ યુવાન અને 40 ઘેટાં-બકરાંનો ભોગ લેવાયો: કાલાવડના છતર ગામમાં વૃદ્ધને તણાતાં બચાવાયા…

જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર અને લાલપુર પંથકમાં આજે ફરીથી બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું, અને વધુ એક અઢી ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.કાલાવડ ટાઉનમાં બપોરે 4 વાગ્યા થી છ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો છે, જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બે થી અઢી ઇંચ પાણી પડી ગયું હોવાના કારણે નદીનાળામાં પૂર આવ્યા છે. આ ઉપરાંત લાલપુરમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું, અને એક ઇંચ વરસાદ પડી ગયો છે. તેમ જ હજુ પણ વરસાદી વાતાવરણ છે. જ્યારે જામજોધપુર ટાઉનમાં આજે બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એક થી બે ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળી રહ્યા છે. જેના કારણે કેટલાક તળાવ- ચેકડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.

કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં મેઘરાજા ખુશ થઈ ગયા અને ધમાકેદાર વરસાદ વરસાવ્યો. નપાણીયા ખીજડીયા, છત્તર, બાલંભડી, મોટા ભાડુકિયા સહિતના ગામોમાં ચારથી પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગઈકાલે સાંજ દરમ્યાન આ ગામોમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. ઘણા વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદથી ખેડૂતો ખુશ છે કારણ કે આ વરસાદ બાદ નવા વાવેતર અને પાકને ફાયદો થશે.. જોકે, ધોધમાર વરસાદના કારણે કેટલાક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી.

બાલમભડી ડેમમાં પાણીની આવક થઇ છે. આ ભારે વરસાદના કારણે બાલમભડી ડેમમાં નવા પાણીની આવકમાં વધારો થયો છે. આજે કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં મેઘરાજા ખુશ થઈ ગયા અને ધમાકેદાર વરસાદ વરસાવ્યો. આ ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં બુધવારે પડેલા વરસાદના કારણે બમથીયા ગામમાં કરુણા જનક કિસ્સો બન્યો છે, અને વરસાદી વીજળીના કારણે એક યુવાને જીવ ખોયો છે, જેની સાથે 40 ઘેટા બકરાના પણ મોત થયા છે. જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં રહેતો ગોગનભાઈ બુધાભાઈ નામનો 25 વર્ષનો ભરવાડ યુવાન, કે જે બુધવારે બપોરના સમયે બમથીયા ગામની સીમ વિસ્તારમાં ઘેટાં બકરા ચરાવવા માટે ગયો હતો.

જે દરમિયાન આકાશમાં એકાએક કડાકા ભડાકા સાથે વીજળી અને વરસાદ શરૂૂ થયો હતો. જેમાં વરસાદી વિજળી પડવાના કારણે ઘેટા બકરા ચરાવી રહેલા ગોગનભાઈ બુધાભાઈ નામનો ભરવાડ યુવાન ભડથું થઈ જવાના કારણે બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત તેની સાથે રહેલા ચાલિસ જેટલાં ઘેટા બકરા કે જેના પણ વીજળીને કારણે મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.

જામજોધપુર ના મામલતદાર ની ટીમ તેમજ જામજોધપુરનો પોલીસ કાફલો વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવા આવી રહી છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં મોડી સાંજે વરસાદના કારણે એક વોકળામાંથી છ વ્યક્તિઓ સાથે પસાર થઈ રહેલું એક બળદ ગાડું પાણીમાં તણાંયું હતું, જે બનાવમાં બે બળદ અને દોઢ વર્ષના એક બાળકના મૃત્યુ નીપજ્યા છેઝ જ્યારે બે મહિલા સહિતના અન્ય પાંચ વ્યક્તિનો બચાવ થયો છે.

આ કરુણા જનક બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતા ખેડૂત ધર્મેન્દ્રસિંહ ભુપતસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની રીતેશભાઈ ધનસિંગભાઈ ડાવર નામના પર પ્રાંતિય શ્રમિક પરિવાર ના મહિલા બાળકો સહિતના પાંચ સભ્યો અને ખેડૂત ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેઓ ખેતી કામ પૂરું કરીને ભગત ખીજડીયા ગામેથી ગાડામાં બેસીને ડેરી ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે બનાવ બન્યો હતો.

Tags :
deathgujaratgujarat newsjamnagarrai nfallrainrain fall
Advertisement
Next Article
Advertisement