For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી કેબિનેટમાં લેવાયો પહેલો નિર્ણય: PM આવાસ યોજના હેઠળ બનશે 3 કરોડ નવા મકાનો

06:28 PM Jun 10, 2024 IST | Bhumika
મોદી કેબિનેટમાં લેવાયો પહેલો નિર્ણય  pm આવાસ યોજના હેઠળ બનશે 3 કરોડ નવા મકાનો
Advertisement

મોદી સરકાર 3.0 ની પ્રથમ કેબિનેટ બેઠકમાં PM આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નવા મકાનો બનાવવામાં આવશે તેમાં એલપીજી કનેક્શન, વીજળી કનેક્શન અને નળ કનેક્શન પણ હશે. પીએમ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં શપથ લેનારા કેબિનેટ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. પીએમ હાઉસમાં ચાલી રહેલી આ બેઠકમાં અમિત શાહ, સર્બાનંદ સોનોવાલ, રાજનાથ સિંહ, મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ, લલન સિંહ સહિતના મોટા નેતાઓ હાજર છે.

મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠકના લાઈવ અપડેટ્સ:

Advertisement

મોદી સરકાર જે નવા 3 કરોડ ઘર બનાવશે તેમાં એલપીજી, વીજળી કનેક્શન અને નળ કનેક્શન પણ ઉપલબ્ધ થશે.

મોદી સરકાર 3.0ની પ્રથમ કેબિનેટ બેઠકમાં પીએમ આવાસ યોજનાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટે દેશમાં 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય લીધો છે. આ મકાનો શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવશે.

બેઠકમાં કેબિનેટની મંજૂરી બાદ રાષ્ટ્રપતિને સંસદનું સત્ર બોલાવવાની માંગ પણ કરવામાં આવી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે 10 વર્ષ પહેલા આપણા દેશમાં એવી છબી હતી કે PMO સત્તાનું કેન્દ્ર છે. પીએમઓ લોકોનું પીએમઓ હોવું જોઈએ, તે મોદીનું પીએમઓ ન હોઈ શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement