સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ઈમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર કરવા ફાયર એનઓસી ફરજિયાત

05:28 PM Jun 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સરકારે ઈમ્પેક્ટ ફી યોજનાની મુદત વધારવાની સાથે ફાયરના નિયમોનો સમાવેશ કર્યો

અગ્નિકાંડની ઘટના બાદ સરકારે બીયુ અંતર્ગત મિલ્કતોમાં સુધારા-વધારા સાથે કાયદેસર કરવા ઈમ્પેક્ટ ફી યોજનાની મુદતમાં વધારો કર્યો છે. પરંતુ નિયમો હેઠળ આવતી મિલ્કતોને ઈમ્પેક્ટ ફી યોજનાનો લાભ મેળવવા માટે હવે ફાયર એનઓસી ફરજિયાત લેવાની રહેશે. સરકારે આગજની ઘટના ન બને તે માટે હવે ઈમ્પેક્ટ ફી યોજનાના નિયમોમાં સુધારા કરી ફાયર સેફ્ટી અંગે કડક કાયદો અમલમાં મુકી ફાયર એનઓસીનો સમાવેશ કરવામા આવ્યો છે. જે અંતર્ગત હવે કોઈપણ બાંધકામ ઈમ્પેક્ટ ફી હેઠળ મુકવુ હશે અને ફાયર સેફ્ટીના નિયમો લાગુ પડતા હશે ત્યારે ફાયર એનઓસી રજૂ કર્યા બાદ ઈમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર થઈ શકશે.

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં બાંધકામ ગેરકાયદેસર હોવાનું ખુલવા પામ્યું છે. અને સાથો સાથ આ ગેમઝોનને ઈમ્પેક્ટ ફી હેઠળ આવરી લેવાના પ્રયાસો પણ થયા હતાં. તેવું બહાર આવ્યા બાદ સરકારે શનિવારે ઈમ્પેક્ટ ફી યોજનાની મુદતમાં વધારો કરવાની સાથો સાથ હવે વધારાનાું બાંધકામ કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ મુકાતા ડોક્યુમેન્ટમાં ફાયર એનઓસી ફરજિયાત રજૂ કરવાનો નિયમ અમલમાં મુક્યો છે. આ મુદ્દે ફાયર વિભાગમાંથી પ્રાપ્ત વિગત મુજબ અત્યાર સુધી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફીની ફાઈલ ઓનલાઈન રજૂ કરવામા આવશે ત્યારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વધારાના બાંધકામ અંતર્ગત તપાસ હાથ ધરી મંજુરી અપાતી હતી. ત્યાર બાદ ઈમ્પેક્ટ ફીનો લાભ અરજદારને મળતો હતો. ત્યાર બાદ અરજદાર ફાયર એનઓસી માટે અરજી કરે તો ફાયર વિભાગ તપાસના અંતે ફાયર એનઓસી ફાળવતું હતું. અને અનેક બાંધકામો ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ મંજુર થઈ ગયા બાદ પણ અરજદારોએ ફાયર એનઓસી લેવાની કાળજી ન લેતા આગની દુર્ઘટના બનવાની સંભાવના વધી જાય છે. આથી સરકારે ઈમ્પેક્ટ ફી યોજનાની મુદત વધારવાની સાથો સાથ નિમયમોમાં પણ મોટા ફેરફારો કર્યા છે.

રાજ્ય સરકારે ઈમ્પેક્ટ ફી યોજનાની મુદત વધારવાની સાથો સાથ નિયમોમાં ફેરફાર કર્યો છે. જેમાં પહેલા હતાં એ નિયમ મુજબ માર્જીનની સામે માર્જીન મુકી અને પાર્કિંગમાં બાંધકામ કરવામાં આવે તો નજીકના 500 મીટરની ત્રિજિયામાં અલગથી પાર્કિંગ દર્શાવવું સહિતના નિયમો અમલમાં હતાં જ્યારે ફાયર એનઓસી ફરજિયાત ન હતીં. પરંતુ હવે અગ્નિકાંડ બાદ સરકારે વધારાના બાંધકામો કરનાર અરજદાર ફાયરના નિયમનું ઉલંઘન ન કરે તે મુદદ્દે વિશેષ ધ્યાન આપ્યું છે અને નિયમોમાં સુધારા કરી ફાયર સેફ્ટીના નિયમ મુજબના સાધનો અને ફાયર એનઓસી હેઠળ આવતા હોય તેવા એકમોને ઈમ્પેક્ટ ફી હેઠળ વધારાના બાંધકામથી પરવાનગી મેળવવા માટે હવેથી ફાયર એનઓસી ફરજિયાત રજૂ કરવાનું રહેશે ત્યાર બાદ ઈમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ કાયદેસર કરવામાં આવશે.

અગાઉ થઈ ગયેલા બાંધકામોનો સરવે થશે
સરકારે ઈમ્પેક્ટ ફી યોજનામાં ચાર વખત મુદત વધારો કર્યો છે જે અંતર્ગત ગત શનિવારે 6 માસની મુદત વધારી ફાયર એનઓસી હેઠળ આવતા બાંધકામો માટે ફાયર એનઓસી ફરજિયાત બનાવવામાં આવી છે. પરંતુ આજ સુધી થઈ ગયેલા અનેક બાંધકામોને કાયદેસરતા આપવામાં આવી છે. છતાં આ બાંધકામો ફાયર એનઓસીના નિયમ હેઠળ આવે છે કે નહીં તે અંગે હવે અગાઉ થયેલા બાંધકામોનો પણ સર્વે કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.

ટી.પી. અને ફાયર વિભાગ સંયુક્ત કાર્યવાહી કરશે
ઈમ્પેક્ટ ફી યોજના હેઠળ મુદત વધારવામાં આવી છે. જેમાં નવા નિયમોનો ઉમેરો કરાયો છે. બાંધકામ પરમીશન અંતર્ગત ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે અરજદાર અરજી કરે ત્યાર બાદ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા વધારાના બાંધકામની વિગત મેળવવા સ્થળ તપાસ કરવામાં આવશે અને સાથો સાથ ફાયર વિભાગ દ્વારા પણ અરજી મુજબના બાંધકામનું ચેકીંગ કરી આ બાંધકામ ફાયર એનઓસી હેઠળ આવે છે કે કેમ તે અંગે જાણકારી મેળવવામાં આવશે. આમ ટીપી વિભાગ અને ફાયર વિભાગના સર્વેના રિપોર્ટના આધારે બાંધકામ કાયદેસર કરવામાં આવશે.

Tags :
Fire NOCgujaratgujarat newsimpact feelegalize constructionrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement