For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફિલ્મ સ્ટુડિયો, થીમ પાર્કના સ્થાપક રામોજી રાવનું નિધન

11:35 AM Jun 08, 2024 IST | Bhumika
ફિલ્મ સ્ટુડિયો  થીમ પાર્કના સ્થાપક રામોજી રાવનું નિધન
Advertisement

ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે આજે સવારે હૈદરાબાદમાં નિધન થયું છે. હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન રામોજી રાવનું નિધન થયું હતું. તેમણે સવારે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. રામોજી રાવ તેમના નિધનના થોડા દિવસો પહેલા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા.

રામોજી રાવના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રામોજી ફિલ્મ સિટીમાં તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે. જ્યાં પરિવાર, મિત્રો અને શુભેચ્છકો દિવંગત આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. રામોજી રાવને ફિલ્મ મુગલ કહેવામાં આવતા હતા. તેમનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. તેઓ 87 વર્ષના હતા. હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા રામોજીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Advertisement

તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. હોસ્પિટલમાં તેમને આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે રામોજી રાવને થોડા વર્ષો પહેલા આંતરડાનું કેન્સર થયું હતું. સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા.

રામોજીએ વિશ્વના સૌથી મોટા થીમ પાર્ક અને ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટીની સ્થાપના કરી હતી. માર્ગદર્શી ચિટ ફંડ, ઈનાડુ ન્યૂઝપેપર, E.T.V નેટવર્ક, રમાદેવી પબ્લિક સ્કૂલ, પ્રિયા ફૂડ્સ, કલાંજલિ, ઉશાકિરણ મૂવીઝ, મયુરી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ડોલ્ફિન ગ્રુપ ઑફ હોટલ્સ એ રામોજી રાવની માલિકીની કંપનીઓ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement