For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ, 14 વિદ્યાર્થીઓ બળીને ભડથું, 18 ઘાયલ

10:31 AM Dec 09, 2023 IST | Bhumika
ઈરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ  14 વિદ્યાર્થીઓ બળીને ભડથું  18 ઘાયલ

ઈરાકના ઉત્તરી શહેર એર્બિલમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 14 વિધાર્થીના મોત થયા છે અને 18 ઘાયલ થયા છે. આ ઘટના ગઈ કાલે (8 ડિસેમ્બર) સાંજે બની હતી. સોરાનના આરોગ્ય નિર્દેશાલયના વડા કામરામ મુલ્લા મોહમ્મદના જણાવ્યા અનુસાર, એર્બિલની પૂર્વમાં આવેલા નાના શહેર સોરાનમાં એક બિલ્ડિંગ (હોસ્ટેલ)માં આગ લાગી હતી. સરકારી મીડિયાએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે.

Advertisement

સ્થાનિક સમાચાર એજન્સી રૂડાએ જણાવ્યું હતું કે શુક્રવાર રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રૂડાવના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ વિસ્તાર કુર્દીસ્તાન પ્રાંતમાં આવે છે. કુર્દીસ્તાનના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ આ ઘટના અંગે તપાસ સમિતિની રચના કરી છે.

ઇરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે

Advertisement

ઈરાકમાં ઈમારતોમાં આગ જેવી ઘટનાઓ અવારનવાર બને છે. સલામતીના નિયમોની અવગણના કરીને ત્યાં ઘણીવાર બાંધકામો કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ ઘણી બેદરકારી જોવા મળી રહી છે. ઈરાકમાં સરકારી તંત્રનું મૂળભૂત માળખું સતત તૂટી રહ્યું છે. દેશ દાયકાઓથી ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યો છે. આનું પરિણામ દેશની વસ્તી ભોગવી રહી છે.

ભૂતકાળ અકસ્માતોથી ભરેલો છે

ઈરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે. જો કે આ ઘટનાઓ કોઈપણ દેશમાં બની શકે છે, પરંતુ ઈરાકમાં આવા અકસ્માતોમાં લોકો સૌથી વધુ જીવ ગુમાવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ઉત્તરી ઈરાકી શહેર કારાકાસના એક ફંક્શન હોલમાં લગ્ન દરમિયાન લાગેલી આગમાં લગભગ 100 લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગમાં કોઈ ઈમરજન્સી એક્ઝિટ નથી. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા નિયમોની અવગણના કરીને બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement