For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજના તેજ કોમ્પ્લેક્સમાં ભીષણ આગથી પાંચ દુકાનો બળીને ખાક

12:52 PM Jan 18, 2024 IST | Bhumika
ભુજના તેજ કોમ્પ્લેક્સમાં ભીષણ આગથી પાંચ દુકાનો બળીને ખાક

કચ્છના ભુજમાં તેજ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રીના આગ લાગતા ગોડાઉન તેમજ પાંચ દુકાનો બળીને ખાક થઇ ગઇ હતી. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે મોટુ નુકશાન થયાનું અને સદનસીબે જાનહાની ટળી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

બિઝનેસનું હબ ગણાતા ભુજના અનામ રીંગ રોડ ઉપર આવેલ તેજ કોમ્પલેક્ષમાં ગઈ મોડી રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગતા તે જ કોમ્પ્લેક્સનું ગોડાઉન તેમનું નિવાસસ્થાન મણિભદ્ર ફેશન શો રૂમ નવકાર ફૂટવેર સહિત ચાર થી પાંચ દુકાન ગોડાઉન અને ઘરની મોટાભાગની વસ્તુ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે.

જોકે વીમો નહિ હોવાના કારણે નુકસાની રિકવર થઈ શકશે નહીં પરંતુ મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે ચાર ફાયર ફાઈટર પાણીનો મારો ચલાવી પાંચ કલાક બાદ આગની કાબુમાં લીધી છે. આગ નાબનાવના કારણે રાત્રે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ માં આગ લાગવાથી જે ધડાકા ભડાકા થતા હતા તેના લીધે લોકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું એક તકે પોલીસ અને આર્મી બને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે મોટી રકમનું નુકસાન થયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement