For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મીઠાપુરના ગેરેજમાં ભીષણ આગ ભભુકી: બે વ્યક્તિઓ દાઝ્યા

11:03 AM Jun 08, 2024 IST | Bhumika
મીઠાપુરના ગેરેજમાં ભીષણ આગ ભભુકી  બે વ્યક્તિઓ દાઝ્યા
Advertisement

  ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં આવેલા એક ગેરેજમાં આજરોજ વેલ્ડીંગ કામ દરમિયાન આગ લાગ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.   આ બનાવ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ મીઠાપુરમાં આવેલી પોલીસ ચોકીની સામે રહેલા એક વેલ્ડીંગ ગેરેજમાં આજરોજ સવારના આશરે દસેક વાગ્યાના સમયે એકાએક આગ લાગી હતી. થોડી જ વારમાં આ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અહીં રહેલા વાહનો તેમજ અન્ય મુદ્દામાલ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ઈમરજન્સી 108 તેમજ ફાયર ફાયટરના જવાનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ આગમાં દાઝી ગયેલા બે વ્યક્તિઓને ખાનગી વાહનો મારફતે મીઠાપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો.
Advertisement
Tags :
Advertisement
Advertisement