For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જંગલ,પર્યાવરણ અને સાવજનું જતન કરતી નારી શક્તિ

01:20 PM Jan 03, 2024 IST | Bhumika
જંગલ પર્યાવરણ અને સાવજનું જતન કરતી નારી શક્તિ

દિવસ, રાત,ટાઢ,તડકો જોયા વગર મુશ્કેલીની પરવાહ કર્યા વગર નિરંતર પોતાની ફરજ બજાવે છે મધુબેન કરંગિયા અને કિરણબેન પીઠિયા

Advertisement

ફરજ દરમિયાન રોજ નવા અનુભવો થાય છે અને નવું શીખવા મળે છે: મધુબેન કરંગિયા અને કિરણબેન પીઠિયા

Advertisement

સૌરાષ્ટ્રમાં સાસણ ગીર,અમરેલી, તાલાલા આ બધા વિસ્તારમાં અમૂલ્ય એવી વિરાસત સિંહો અને અનેક પ્રાણીઓ, પંખીઓ વસી રહ્યા છે.આ જંગલો,પર્યાવરણ અને એમાં વસતા જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે અનેક લોકો કામગીરી કરી રહ્યા છે તેમાં મહિલાઓનું પ્રદાન પણ વિશેષ છે. બીટ ગાર્ડથી લઈને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સુધીની જવાબદારી મહિલાઓ નિભાવે છે.દિવસ હોય કે રાત, કોઈપણ ઋતુ હોય આ મહિલાઓ પોતાની ફરજ બજાવવા તૈયાર હોય છે.આ દરેક મહિલાઓના અનુભવો જાણવા રસપ્રદ હોય છે.એ દરેક મહિલાઓને સલામ સાથે પ્રસ્તુત છે મધુબેન કરંગિયા અને કિરણ પીઠિયાના સંસ્મરણો

મધુ કરંગિયા

"દિવાળીના દિવસો હતા સાસણ ગીરમાં મીિું કરીને ઘરે જવાની તૈયારી કરતા હતા કે, એક સિંહ લંગડાતો ચાલીને જાય છે એવો મેસેજ મળ્યો. રેસ્ક્યૂ ટીમને જાણ કરી બધા ત્યાં પહોંચ્યા.રાત્રિ દરમિયાન સિંહની સારવારમાં મુશ્કેલી પડે તેથી જે વાહનમાં ગયા હતા તેમાં જ સવાર પડે ત્યાં સુધી રાહ જોવાની હતી.બધાની આંખો ઘેરાતી હતી અને આમ જ વહેલી સવાર પડી.સવારે આંખો ખુલી ત્યાં એ જ સિંહ ગાડીના કાચમાંથી અંદર અમને જોઈ રહ્યો હતો જાણે કહી રહ્યો હતો કે સવાર પડી ગઈ છે મારી સારવાર કરો.” આ ઘટનાને શબ્દો દ્વારા આબેહૂબ દર્શાવી છે હાલ અમરેલી વિસ્તારમાં આરએફઓ એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મધુ કરંગિયાએ, જેઓ 18 વર્ષની ઉંમરે પોતાના બીએસસીના અભ્યાસ સાથે બીટ ગાર્ડ તરીકેની નોકરીમાં જોડાયા હતા.

પોતાની કામગીરી વિશે મધુબેને જણાવ્યું કે, "મારો અભ્યાસ બી.એસ.સીનો હોવાથી શરૂૂઆતમાં ફ્રન્ટ લાઇન પર કામગીરીના નિર્ણય વિશે અસમંજસ હતી પરંતુ જ્યારે ગીરમાં કામ કર્યું ત્યારે જાણે ગીરના જંગલના માહોલ અને સિંહોનું આકર્ષણ એવું થયું કે અહીં જ રહી જવાયું. ઉદય વોરા સાહેબ પ્રિન્સિપાલ હતા,ત્યારે તેઓએ ખરેખર દિશા બતાવી” 2011થી શરૂૂ કરીને આજ સુધી તેઓએ અનેક કામગીરી કરી છે.ગીર,તાલાલા, બરડા,અમરેલીમાં કામ કર્યું છે.વન વિભાગમાં 3 પાંખો છે વાઈલ્ડ લાઈફ,નોર્મલ અને સામાજિક વનીકરણ છે.તેઓએ ત્રણે ફિલ્ડમાં પોતાની કામગીરી બખૂબી નિભાવી છે.100 હેકટર પેશકદમી કરી,રિકવરી કરી વાઈલ્ડ લાઇફ રેસ્ક્યૂ કર્યા, વન ગુનાઓ પકડ્યા છે અને 2015માં સેન્ચ્યુરી એશિયા એવોર્ડ પણ મળ્યો છે.મહિલા તરીકે કામ કરતી વખતે લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો છે.

મધુબેન મૂળ બામણાસા ઘેડ વિસ્તારના. પિતા દેવાયતભાઈ કરંગિયા અને માતા રાજીબેન કરંગિયા. પિતાજી ખેતી કરતા પણ બાળકોને ભણાવવાનો બહુ શોખ હતો પિતાજીનું સ્વપ્ન દીકરીને ડોક્ટર બનાવવાનું હતું પણ તકદીરમાં સિંહોનો સાથ લખ્યો હતો અને નોકરીમાં જોડાયા બાદ તરત ફોરેસ્ટરની ભરતી આવી એટલે પ્રમોશન મળ્યું છતાં જેટલા મોઢા એટલી વાતો પણ ઘરના લોકોના કારણે ટકી રહ્યા.પતિ વિક્રમ લગારિયા પણ ફોરેસ્ટર છે અને ઘરમાં સાસુ, સસરા દરેકનો ખૂબ સાથ છે. નાનકડી દીકરી તો ગામડે દાદી સાથે જ રહે છે.

કિરણ પીઠિયા

"ચોરવાડમાં દિવસની ફરજ બજાવી ઘરે પહોંચી ત્યાં જાણ થઈ કે એક સિંહણ ટાપુ પર જતી રહી છે અને નીકળી શકતી નથી. ઘરથી ફરી પાછા એ જગ્યાએ પહોંચીને જોયું કે સિંહણ ટાપુ પર છે અને અમે દરિયાના આ કિનારે છીએ.અંધારું પણ થઈ ગયું હતું હવે શું કરવું? ઉપરી અધિકારીને પણ જાણ કરી. રેસ્ક્યૂના બધા જ વિકલ્પો વિચાર્યા.બાદમાં ત્યાંના હોડીવાળાને બોલાવ્યા.લાઈટ કરીને જોયું તો સિંહણ ત્યાં જ હતી હવે ત્યાંથી તેને હેમખેમ બહાર કેમ કાઢવી તે વિચારવાનું હતું. ડાર્ટ, ટ્રાંક્વિલાઇઝ કરવી,પાંજરાને ત્યાં સુધી કંઈ રીતે લઈ જવું વગેરે વિશે વિચાર્યું.સંજોગો પ્રતિકૂળ હતા.આખી રાત રાહ જોઈ સવારના અજવાળામાં જોયું તો સિંહણ આંટા મારતી હતી.અલગ પ્રકારના અવાજ દ્વારા સિંહણને અમારી ઓળખાણ આપી.ધીમે ધીમે જોયું તો સિંહણ પાણીમાં તરીને બાજુના ટાપુ પર જતી રહી.અને બીજા રૂૂટ પરથી જંગલમાં જતી રહી. 12 કલાક ચાલેલા ઓપરેશન બાદ રાહત નો શ્વાસ લીધો.” હમણાં જ થયેલ આ અનુભવ કોસ્ટલ એરિયામાં ફરજ બજાવતા કિરણ પીઠિયાએ જણાવ્યો.

12 વર્ષથી જંગલમાં ફરજ બજાવનાર કિરણ પીઠિયાએ વધુ નોકરી ગીરમાં કરી છે હવે પ્રમોશન પછી ચોરવાડ કોસ્ટલ એરિયામાં ફરજ બજાવે છે.તેઓ જણાવે છે કે, "જંગલમાં ડગલે ને પગલે નવી ચેલેન્જ આવતી રહે છે.ચોરવાડના આ રેસ્કયૂમાં 12 વર્ષની જોબનો અનુભવ જાણે શૂન્ય લાગ્યો. દરેક અનુભવ નવું નવું શીખવાડતો રહે છે.”

7 વર્ષની ઉંમરે પિતાજીનું અવસાન થયું.ભણીને પોલીસમાં જવાનો વિચાર હતો પણ માતાએ મનાઈ ફરમાવી તેથી પોલીસના ખાખી યુનિફોર્મના બદલે ફોરેસ્ટરનો યુનિફોર્મ અપનાવ્યો.પરિવારમાં તેમના પતિ ભરત આંબલિયા જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે અને 9 વર્ષનો દીકરો મૃણાલ છે.કિરણબેનને રેસ્ક્યુ માં ખૂબ મજા આવે છે તેઓ જણાવે છે કે, "રૂૂટિન કામગીરીમાં ઘણીવાર કંટાળો આવે, રેસ્ક્યૂ વખતે કંઈક નવું શીખવા મળતું હોય છે.મને પરિવારનો ખૂબ સપોર્ટ છે જેથી હું ચાહું તે કરી શકું છું.” તેમના સાહસિક સ્વભાવના કારણે ઘણી વખત ઘરના લોકો ચિંતામાં મુકાઈ છે પરંતુ કિરણબેન ફરજને પ્રથમ મહત્ત્વ આપે છે. ડો. સંદીપકુમાર અને મોઈન પઠાણ દ્વારા લખાયેલ ધ લાયન ક્વિન્સ એટલે કે સાવજ ક્ધયામાં કિરણબેન પીઠિયા, રસીલાબેન વાઢેર,દર્શનાબેન કાગડાની કામગીરી દર્શાવવામાં આવી છે.

પ્રકૃતિના સંરક્ષણમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી શકે
મધુબેન અને કિરણબેને જણાવ્યું કે, "પ્રકૃતિ માણવાની વસ્તુ છે.મહિલાઓને ખાસ કહેવાનું કે તમે જ્યાં છો ત્યાં તમે તમારું બેસ્ટ કરી શકો છો,નવી વાતો શીખી શકો છો.મહિલા પોતાનું કામ ખૂબ પરફેક્ટ કરી શકે.મહિલાઓ સંઘર્ષથી ભાગતી નથી.મહિલાઓ પ્રકૃતિના સંરક્ષણમાં પોતાનું મોટું યોગદાન આપી શકે.પરિવાર સાથે બહાર જાય ત્યારે નાસ્તાના પેકેટ, પ્લાસ્ટિક બેગ જ્યાં ત્યાં ન ફેંકાય,ગંદકી ન થાય તેનો ખ્યાલ રાખો. વીજળી બચત કરો અને બાળકો પાસે પણ કરાવો.આ દરેકનું ભારણ વન પર આવે છે.પ્લાસ્ટિકની વસ્તુ ન વાપરો તો વધુ સારું નવા ઝાડ વાવો અને કાર્બનને લો કરવામાં મદદરૂૂપ બનો.”

Advertisement
Tags :
Advertisement
Advertisement