For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

10:20 AM Apr 02, 2024 IST | Bhumika
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત  ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણસર આત્મહત્યા કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. મહિલા કોન્સ્ટેબલ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે.

ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રીટાબેન ડાભી નામના પોલીસ કોન્સ્ટેબલે અગમ્ય કારણસર આત્મહત્યા કરી હતી. મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે. આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.

Advertisement

ડીવાયએસપીએ જણાવ્યુ હતુ કે ગઇકાલે સાંજે રીટાબેન ડાભી જે કોન્સ્ટેબલ તરીકે ફરજ બતાવે છે તેમણે પોતાના ઘરે જ અગમ્ય્ કારણોસર ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો છે. તેમને હોસ્પીટલ ખસેડાયા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા છે. સ્યુસાઇડ નોટ કે એવું કાંઇ મળ્યુ નથી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement