For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌ.યુનિ.ના રાજકારણથી કંટાળી મહેકમ વિભાગના ઈનચાર્જનું રાજીનામું

05:01 PM Jun 07, 2024 IST | Bhumika
સૌ યુનિ ના રાજકારણથી કંટાળી મહેકમ વિભાગના ઈનચાર્જનું રાજીનામું
Advertisement

ભરતીના વિવાદમાં નહીં પડવા રાજીનામું આપ્યાનું ડો. રાજા કથડના નિવેદનથી ખળભળાટ

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકારણનો અખાડો બની ગઈ છે. વિદ્યાર્થીઓના હિતના બદલે અંગતના હિત વધારે સરાવાતા હોય ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી મામલે દબાણ કરવામા આવતું હોવાના લીધે મહેકમ વિભાગના ઈન્ચાર્જ અધિકારી ડો. રાજા કાથડે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે ડો. રાજા કાથડે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ ભવનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અગાઉના ઈન્ચાર્જ કુલપતિના કાર્યકાળમાં ઈન્ટરવ્યુથી લઈ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. સરકાર પાસેથી હજી મંજૂરી મળી નથી. ત્યારે વર્તમાન ઈન્ચાર્જ કુલપતિ ડો. નિલામબરીબેન દવેએ ભવનના હેડ માર્સથી સ્પેશિયલાઈઝેશન મંગાવીને ભરતી કરવાની વાત સામે આવી છે. ત્યારે હવે ઘણા ભવનો એવા છે કે, જેમાં 10 છાત્રો જ છે તેમાં પણ જગ્યા ખાલી હોય આ સ્પેશિયલાઈમએશન ભરતીના જે નામો મંગાવવામાં આવ્યા છે. તેને રદ કરવા શિક્ષણવિશે દ્વારા માંગ કરવામાં આવી છે.

વધુમાં ડો. રાજા કાથડે જણાવ્યું હતું કે, વ્યક્તિગત રાજકારણથી દૂર રહેવા માટે મે મારુ રાજીનામું ધરી દીધું છે. મારે કોઈ વિવાદમાં નથી પડવું એટલા માટે હોદો છોડી દેવામાં આવ્યો છે. અને વિવાદથી દૂર રહેવા માંગું છું. આ અંગે ઈન્ચાર્જ કુલપતિ ડો. નિલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે, રાજા કાથડે રાજીનામાની વાત તો કરી છે. પરંતુ તે ચાર્જ ન છોડવા સહમત થયા છે જો કે ભરતી મામલે કહ્યું હતું કે, હાલ પુરતુ તો ક્યાં કેટલી જગ્યા ખાલી છે તેના નામ મંગાવ્યા છે. સમગ્ર મામલે વિચારી સમજીને આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement