For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીવલેણ હાર્ટએટેક: નવી કોર્ટના સફાઇ કામદાર સહિત બેના શ્ર્વાસ થંભી ગયા

05:57 PM Jun 13, 2024 IST | admin
જીવલેણ હાર્ટએટેક  નવી કોર્ટના સફાઇ કામદાર સહિત બેના શ્ર્વાસ થંભી ગયા

સફાઇ કરી કોર્ટના બેલિફ રૂમમાં બેઠો હતો ને ઢળી પડયો, રામનાથપરાનો યુવાન રાત્રે સૂતા બાદ સવારે ઉઠયો જ નહીં

Advertisement

રાજકોટ સહીત રાજયભરમાં હાર્ટએટેકના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેમાં પણ યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. જે ચિંતાજનક બાબત છે.

શહેરમાં નવી કોર્ટના સફાઇ કામદાર સહીત વધુ બે યુવાનોના શ્વાસ થંભી ગયા હતા. કોર્ટમાં સફાઇ કરી બેલીફ રૂમમાં બેઠો હતો ત્યારે જ ઢળી પડતા બેભાન થઇ ગયો હતો. જયારે રામનાથપરાનો યુવાન રાત્રે સુતા બાદ સવારે ઉઠયો જ નહી અને નિંદ્રામાં જ હાર્ટએટેક આવી ગયો હતો.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર વાલ્મીકીવાસ આવાસ કવાર્ટરમાં રહેતા અને જામનગર રોડ પર આવેલી નવી કોર્ટ બિલ્ડીંગમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો અક્ષય વિજયભાઇ સોઢા (ઉ.32) નામનો યુવાન આજે સવારે કોર્ટમાં સફાઇ કર્યા બાદ બેલીફ રૂમમાં પંખો ચાલુ કરી બેઠો હતો ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેકથી મોત નીપજયાનું જાણવા મળ્યું છે.

મૃતક બે ભાઇમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્રી છે. આ બનાવથી એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જયારે બીજા બનાવમા મુળ બંગાળનો અને હાલ રામનાથપરા શેરી નં.6માં રહેતો દેબાસીસ બેધનાથ પાત્રા (ઉ.વ.26) નામનો યુવાન ગઇકાલે રાતે જમીને સુતા બાદ સવારે ન ઉઠતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તબીબોએ હાર્ટએટેકથી મોત થયાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇમાં નાનો અને અપરણિત હોવાનું અને પાંચ વર્ષથી અહીં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement