For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હરિયાણામાં ભયંકર અકસ્માત: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી, 10ના મોત, અનેક ઘાયલ

10:39 AM May 18, 2024 IST | Bhumika
હરિયાણામાં ભયંકર અકસ્માત  શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી  10ના મોત  અનેક ઘાયલ
Advertisement

હરિયાણાના નુહમાંએક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. નુહમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટૂરિસ્ટ બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત થયા હતા. અને અનેક લોકો ઘાયલ થયા. આ દુર્ઘટના નૂહ જિલ્લાના તાવડુ સબડિવિઝનની સીમાથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બની છે. આ દરમિયાન, બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટના રાત્રે લગભગ 1.30 વાગે બની હતી. જણાવી દઈએ કે બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો ધાર્મિક સ્થળોનાં દર્શન કરવા નીકળ્યા હતા, જે બનારસ અને વૃંદાવનથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બસની બારીના કાચ તોડી ઘાયલોને બચાવી લેવાયા હતા. આ 10 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર બસમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી છે. આ લોકો બસ દ્વારા મથુરા અને વૃંદાવન ફરવા આવ્યા હતા. ઘરે પરત ફરતી વખતે એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો હતો.

બસમાં મુસાફરી કરી રહેલા એક શ્રદ્ધાળુના જણાવ્યા અનુસાર તમામ લોકો સગા-સંબંધી હતા. બધાએ મથુરા-વૃંદાવન જવાનો પ્લાન બનાવ્યો હતો. ભાડે બસ બુક કરાવી હતી. બસમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 60 લોકો સવાર હતા. શુક્રવાર-શનિવારની રાત્રે બધા બસ દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ બસમાં આગ લાગી હતી.

આગની જ્વાળાઓ જોઈને આસપાસના ગ્રામજનો એક્સપ્રેસ વે પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ બસ પર પાણી રેડવાનું શરૂ કર્યું. પરંતુ જ્વાળાઓ મજબૂત હતી. ત્યારબાદ ગ્રામજનોએ બસની બારીઓ તોડીને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement