For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંધ્રપ્રદેશમાં ભયંકર અકસ્માત: બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બંને વાહનોમાં આગ લાગી, 6 લોકો જીવતા ભૂંજાયા

10:41 AM May 15, 2024 IST | Bhumika
આંધ્રપ્રદેશમાં ભયંકર અકસ્માત  બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર બંને વાહનોમાં આગ લાગી  6 લોકો જીવતા ભૂંજાયા
Advertisement

આંધ્રપ્રદેશમાં એક ભયંક માર્ગ અક્સંતની ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર આજે વહેલી સવારે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધી છ લોકોના મોત થયા હતા. વિગતો મુજબ બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે છ લોકો જીવતા દાઝી ગયા હતા. આ માર્ગ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે જેમની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.હાઇવે પર થયેલા આ ભયાનક અકસ્માતમાં ટ્રક અને બસના ચાલકનું મોત થયું હતું.

બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ લાગી હતી. અથડામણને કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતા. હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર ચિલાકાલુરીપેટ મંડલ પાસે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. ઘાયલોએ જણાવ્યું કે, અકસ્માત સમયે બસમાં 42 લોકો મુસાફરી કરી રહ્યા હતા.

Advertisement

આ દર્દનાક માર્ગ અકસ્માતમાંમાર્યા ગયેલા લોકો બાપટલા જિલ્લાના રહેવાસી છે. મૃતકોમાં 35 વર્ષીય બસ ડ્રાઈવર અંજી, 65 વર્ષીય ઉપપાગુંદુર કાશી, 55 વર્ષીય ઉપાગુંદુર લક્ષ્મી અને મુપ્પરાજુ ખ્યાતી સાસરી નામની 8 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. બાકીના બે લોકો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement