For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોખડા ચોકડી પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં પરિવાર ઘવાયો, બાળકનું મોત

05:04 PM May 07, 2024 IST | Bhumika
સોખડા ચોકડી પાસે કાર ડિવાઇડર સાથે અથડાતાં પરિવાર ઘવાયો  બાળકનું મોત
Advertisement

કુવાડવા હાઇવે પર નવાગામથી આગળ સોખડા ચોકડી નજીક કાર રોડ ડિવાઇડરમાં અથડાતાં તેમાં બેઠેલા રાજકોટ નવાગામના પરિવારના છ સભ્યોને નાની મોટી ઇજાઓ થઇ હતી.જેમાં ત્રણ વર્ષના બાળકનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઇ હતી.

આ પરિવારના લોકો દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ ફરવા ગયા હતાં.મોડી રાતે પરત આવતી વખતે બનાવ બન્યો હતો.વધુ વિગતો મુજબ, નવાગામ થી આગળ સોખડા ચોકડી નજીક વછરાજ હોટેલ પાસે રાત્રીના સાડા બારેક વાગ્યે કાર રોડ ડિવાઇડરમાં અથડાતાં કારમાં બેઠેલા નવાગામ દિવેલીયાપરાના વલ્લભભાઇ વિનુભાઇ શેખ, તેમના પત્નિ કાજલબેન, બહેન, બનેવી અને બે પુત્રોને ઇજાઓ થઇ હતી.બનાવને પગલે તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જે પૈકી વલ્લભભાઇ શેખના ત્રણ વર્ષના દિકરા વંશને ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.અહિથી ખાનગીમાં અને પરત સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

Advertisement

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ અને ભાવેશભાઇ મકવાણાએ કુવાડવા રોડ પોલીસને કરતાં ત્યાંના અજયભાઇ નિમાવતે જરૂૂરી કાર્યવાહી કરી હતી.મૃત્યુ પામનાર વંશ એક ભાઇથી નાનો હતો.મોટા ભાઇનું નામ નૈતિક (ઉ.વ.5) છે.

વધુ માહિતી મુજબ વલ્લભભાઇ શેખ ગયા શનિવારે પોતાની કાર લઇને પત્નિ, બે પુત્ર અને બહેન-બનેવી સાથે દ્વારકા સહિતના સ્થળોએ દર્શન કરવા, ફરવા ગયા હતાં.ગત રાતે બધા ત્યાંથી પરત રાજકોટ આવી રહ્યા હતાં તે વખતે સોખડા નજીક પહોંચતા કારના ટાયરમાં પથ્થર આવી જતાં સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડરમાં અથડાઇ હતી.આ કારણે બધાને ઇજાઓ થઇ હતી.જેમાં માસુમ વંશનું ગંભીર ઇજા થવાને કારણે મોત નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement