For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના મોવિયામાં પારિવરિક ડખો: સામસામે પક્ષે સગા બે ભાઈને ઈજા

04:48 PM Jun 05, 2024 IST | Bhumika
ગોંડલના મોવિયામાં પારિવરિક ડખો  સામસામે પક્ષે સગા બે ભાઈને ઈજા
Advertisement

ગોંડલ તાલુકાના મોવિયા ગામે પારિવારિક ડખ્ખામાં સામસામે સગા બે ભાઈઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આરટીઓ પાછળ આવેલા શ્રીરામનગર વિસ્તારમાં રહેતા જીતુ મનસુખભાઈ ડાભી નામનો 27 વર્ષનો યુવાન ગોંડલ તાલુકાના મોવિયા ગામે તેના પિતા મનસુખભાઈના ઘરે હતો ત્યારે તેના મામા રમેશ સોલંકી, ઉમેશ સોલંકી અને તેના મોટાભાઈ વિજય ડાભીએ માર માર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં વિજય મનસુખ ડાભી (ઉ.વ.27) ઉપર જીતુ ડાભી અને તેની પત્ની નેહાબેન ડાભીએ પાઇપ વડે હુમલો કર્યો હતો. પારિવારિક મારામારીમાં સામસામે પક્ષે ઘવાયેલા બંને સગા ભાઈઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓ વચ્ચે થયેલી બોલાચાલીમા ભાઈ અને મામાએ માર માર્યો હોવાનો જીતુ ડાભીએ આક્ષેપ કર્યો છે. જ્યારે વિજય ડાભીએ જીતુ ડાભી અને તેની પત્ની નેહાબેન ડાભી તેની માતા શારદાબેનને હેરાન કરે છે અને જેનો ખાર રાખે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement