For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદમાં સોલ્ટ એસો.ના પૂર્વ પ્રમુખની ફેક્ટરીમાંથી ટાટાનું નકલી મીઠું પકડાયું

12:58 PM Dec 11, 2023 IST | Sejal barot
હળવદમાં સોલ્ટ એસો ના પૂર્વ પ્રમુખની ફેક્ટરીમાંથી ટાટાનું નકલી મીઠું પકડાયું

ગુજરાતમાં નકલીની બોલબાલા વધી ગઇ છે અને લોકોના આરોગ્ય, નાણા સાથે ચેડા કરવામાં આપતા હોય તેમ નકલી કચેરી, અધિકારી, શીરપ બાદ હવે દ્વારા કંપના નામે વેપાર કરતા નકલી મીઠું પણ પકડાયું છે દરોડામાં સોલ્ટ એસો.ના પૂર્વ પ્રમુખની ફેકટરીમાંથી 20 હજાર ખાલી બેગ પકડાઇ જતા ચકચાર મચી જવા પામી હતી.
હળવદ શહેરની જી આઇ ડી સી વિસ્તારમાં આવેલી શિવમ સોલ્ટ નામની ફેકટરીમાં ટાટા કંપનીના ભળતા નામની બ્રાન્ડની બેગ બનાવી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી આધારે ટાટા કંપનીના એક્ઝિક્યુટિવ રોહિત કર્ણાવત દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી હળવદ સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઠકકરની ફેકટરીમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જે માં ટાટા કંપનીના લોગ અને કલર ડિઝાઇન વાળી 20 હજાર જેટલી બેગ મળી આવતા કંપની દ્વારા શિવમ સોલ્ટ ના સંચાલક ગોપાલ ઠકકર સામે હળવદ પોલીસ મથકમાં કોપીરાઇટ એક્ટનો ભંગ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી ફરીયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાયેવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement