For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન: કરોડો યૂઝર્સ પરેશાન, X પર કરાઈ ફરિયાદ

10:33 AM May 15, 2024 IST | Bhumika
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન  કરોડો યૂઝર્સ પરેશાન  x પર કરાઈ ફરિયાદ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું અચાનક સર્વર ડાઉન થયું છે. કેટલાક યુઝર્સને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે.આને કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા છે. જેમણે પહેલેથી જ તેમના ઉપકરણો પર તેમના એકાઉન્ટ્સ લૉગ ઇન કર્યા છે તેઓ ફેસબુક પર કોઈની પોસ્ટ જોઈ શકતા નથી અને કોઈ ફંક્શનનો ઉપયોગ પણ કરી શકતાનથી. આજે સવારે 7 વાગ્યાની આસપાસ ફેસબુકમાં આ સમસ્યા નોંધાઈ હતી. યુઝર્સના એકાઉન્ટ ઓટોમેટીક લોગ આઉટ થઈ રહ્યા છે.

Advertisement

માહિતી મળી છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત મેટા એપ્લિકેશન ડાઉન છે, પરંતુ એ સમસ્યા તમામ યુઝર્સ માટે નથી. એવા સંકેત મળ્યા છે કે ન્યુયોર્ક અને કેલીફોર્નીયાની આસપાસ કેન્દ્રિત આઉટેજને કારણે મેટા સર્વિસીસ બંધ થઈ ગઈ છે. દેશભરમાં નાના-નાના આઉટેજના સંકેત મળ્યા છે કે આ એક સર્વર-સાઈડ સમસ્યા હોઈ શકે છે, જેનો જલ્દી ઉકેલ લાવવો જોઈએ.

DownDetectorએ છેલ્લા કેટલાક કલાકોમાં Instagram અને અન્ય મેટા સેવાઓ સાથે સમસ્યાઓના ઘણા અહેવાલો રેકોર્ડ કર્યા છે. આ સિવાય કેટલાક યુઝર્સે X પર સંભવિત આઉટેજ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઘણા ઈન્સ્ટાગ્રામ યુઝર્સે જાણ કરી છે કે તેઓ મેસેજ સાથે ડિસ્પ્લે પેજ નથી આવી રહ્યું. ઘણા યુઝર્સ ‘સમથિંગ રોંગ’ મેસેજ જોઈ રહ્યા છે. જો કે, અસરગ્રસ્ત વપરાશકર્તાઓની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement