For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેશનકાર્ડમાં ફેસ ઓથેન્ટિકેશન -ઈ કે.વાય.સી. હવે MY RATION મોબાઇલ એપથી થઈ શકશે

01:26 PM Apr 06, 2024 IST | Bhumika
રેશનકાર્ડમાં ફેસ ઓથેન્ટિકેશન  ઈ કે વાય સી  હવે my ration  મોબાઇલ એપથી થઈ શકશે
  • રાશનકાર્ડધારકો જાતે સરળતાથી જ કરી શકશે ફેસ ઓથેન્ટિકેશન-e-KYC: કાર્ડ સાથે આધારકાર્ડનો નંબર લિન્ક હોવો જરૂરી

હાલ રાશનકાર્ડ ધારકોની e-KYC કામગીરી ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013(N.F.S.A.)હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓ MY RATION મોબાઈલ એપથી ઘરે બેઠા જ FACE AUTHENTICATION આધારિત e-KYC કરી શકશે. આ પ્રક્રિયા સરળ છે અને લાભાર્થીઓ પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા કરી શકશે. આ માટે રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક હોવું જરૂૂરી છે.

Advertisement

રાશનકાર્ડ ધારકો ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ-કે.વાય.સી. કરવા MY RATION મોબાઈલ એપ PLAY STORE જઈને ડાઉનલોડ કરવી. પછી હોમ પેજ પર ડાબી બાજુ ઉપર દેખાતી ત્રણ આડી લાઈનવાળા ચિહ્ન પર ક્લિક કરવું. એ પછી પ્રોફાઇલ પર ક્લિક કરવાથી ઓપન થતા પેજમાં તમારું રાશનકાર્ડ લિંક કરો વિકલ્પ આવશે. તેને પસંદ કરીને, રાશનકાર્ડ નંબર અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા નાખી તમારું રાશનકાર્ડ લિંક કરો પસંદ કરવાનું રહેશે.

એ પછી ઓપન થતા પેજ પર હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્સ પસંદ કરી આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરવું. જેનાથી જનરેટ થયેલો ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો પર ક્લિક કરવું. આ પ્રક્રિયા પૂર્ણ થતાં Ration Card Linked Successfully, You Can Update Details Now (તમારું રેશનકાર્ડ સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે) - તેવો મેસેજ સ્ક્રીન પર દેખાશે. મહત્વનું છે કે, MY RATION એપ્લીકેશનમાં રાશનકાર્ડ લિંક થયા બાદ Face based e-KYC કરવા માટે મોબાઈલ બંધ કરી ફરી ઓપન કરવી જરૂૂરી છે.

Advertisement

e-KYC કરવા માટે રાશનકાર્ડમાં નોંધાયેલા જે સભ્યના આધાર નંબર રાશનકાર્ડમાં સીડ થયેલા હશે, એવા જ સભ્યો એપ દ્વારા e-KYC કરી શકશે.
MY RATION એપના હોમપેજ પરના આધાર e-KYC મેનુ સિલેક્ટ કરવાથી સ્ક્રીન પર દેખાતા Download AadhaarFaceRd APP પર ક્લિક કરવાથી એપ્લીકેશન ડાઉનલોડ થયા પછી FACE AUTHENTICATION કરવા માટે આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચી જવી. પછી ચેક બોક્સ પસંદ કરી કાર્ડની વિગતો મેળવો પર કિલક કરવાનું રહેશે.

ત્યારબાદ રેશનકાર્ડ ચકાસી અને સ્ક્રીન પર દેખાતો કોડ દાખલ કરી કાર્ડના સભ્યોની વિગતો મેળવો (સ્ટેપ -1) કિલક કરવાથી આધાર e-KYC માટે સભ્ય પસંદ કરો પર ક્લિક કરી, જે સભ્યનું e-KYC કરવાનું હોય તેનું નામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ આ સભ્યમાં આધાર e-KYC કરો (સ્ટેપ -2) પર ક્લિક કરવાથી મોબાઈલના સ્ક્રીન પર પ્રદર્શિત થતી સમંતિ કાળજીપૂર્વક વાંચી અને હું સંમતિ સ્વીકારું છું ચેક બોક્ષ પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારપછી ઓટીપી જનરેટ કરો (સ્ટેપ -3) પર ક્લિક કરવાથી આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો (સ્ટેપ -4) પર ક્લિક કરવાથી ચહેરો કેપ્ચર (Face Cpture) કરવા માટે કેમેરો ઓપન થશે. FACE AUTHENTI CATION વખતે સ્ક્રીન પર દેખાતો તમારો ચહેરો કેમેરા સામે સીધો રાખો, આંખ પટપટાવો જેવી સૂચનાઓને અનુસરવાનું રહેશે. ચહેરો સફળતાપૂર્વક કેપ્ચર થયા બાદ સ્ક્રીન પર આધારકાર્ડની વિગતો જેમ કે, જન્મ તારીખ, જાતિ, નામ, સરનામું દેખાશે. e-KYC ની મંજુરી માટે વિગતો મોકલવા માટે મંજુરી માટે વિગતો મોકલો ઓપ્શન પર ક્લિક કરવાથી અરજી મંજુરી માટેની વિનંતી સંબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. મહત્વનું છે કે, આ પદ્ધતિથી silent/block થયેલ રાશનકાર્ડનું પણ e-KYC કરી શકાય છે.

રાશનકાર્ડમાં નોંધાયેલ જે સભ્યના આધાર નંબર રાશનકાર્ડમાં સીડ થયેલા ન હોય તેમણે પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા મામલતદાર કચેરીનો રાશનકાર્ડ તથા આધારકાર્ડ સાથે રૂૂબરૂૂ સંપર્ક કરવા રાજકોટ જિલ્લા પૂરવઠા અધિકારી રાજશ્રી વંગવાણીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement