For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં દુષ્કર્મ પીડિતા પાસેથી રૂા.1.50 લાખનો તોડ, મહિલા પીએસઆઇની બદલી

11:44 AM Jun 28, 2024 IST | admin
વડોદરામાં દુષ્કર્મ પીડિતા પાસેથી રૂા 1 50 લાખનો તોડ  મહિલા પીએસઆઇની બદલી
Advertisement

સમગ્ર બનાવની ફેર તપાસના આદેશ, તોડ મામલે એસીબીમાં પણ અરજી

વડોદરાના માંજલપુર પોલીસ મથકના મહીલા પીએસઆઇ આર.એન. ચુડાસમાએ દુષ્કર્મનો ભોગ બનેલી પીડીતા પાસેથી રૂા.1.50 લાખનો તોડ કરી આરોપીને બચાવ્યો હોવાની ફરીયાદને પગલે પોલીસ કમિશનર નરસીમ્હા કોમારે મહીલા ફોજદારની હેડકવાટર્સ ખાતે બદલી કરી આ ઘટનાની તપાસ ડીસીપી બીના પાટીલને સોંપી છે. આ બનાવ અંગે એસીબીમાં પણ અરજી કરવામાં આવી છે.

Advertisement

વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા જ્યોતિષ પાસેથી મહિલા પીએસઆઈએ 1.50 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થયો છે. પીડિત મહિલાએ પોલીસ કમિશનર અને એસીબીમાં પુરાવા સાથે ફરિયાદ કરી કે, માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા ઙજઈં રસિકા ચુડાસમાએ તેની પાસેથી રૂૂપિયા લીધા છે.

પીડિતાએ જણાવ્યું કે, તે પશ્ચિમ બંગાળમાં રહેતા પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ નામના શખ્સના સંપર્કમાં આવી હતી. પીડિત મહિલા આરોપી સાથે એસ્ટ્રોલોજિસ્ટના ઓનલાઈન ક્લાસ મારફતે સંપર્કમાં આવી હતી. તેણે મારી સાથે અવારનવાર લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ, હવસખોર આરોપીએ જ્યોતિષ મહિલાની બે સગીર પુત્રીઓ સાથે પણ ખરાબ કૃત્ય કર્યું હતું. આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલે પીડિત મહિલાના અંગત પળના ફોટો વીડિયો પણ વાયરલ કર્યા હતા.

આ બાદ પીડિતાએ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. આરોપીને પકડવા પશ્ચિમ બંગાળ જવા માટે પીડિતાએ પોલીસને ફલાઇટની ટીકીટ બુક કરી આપી. મહિલાએ પોતાના દાગીના વેચીને પોલીસને દોઢ લાખ આપ્યાનો મહિલાએ દાવો કર્યો છે. જોકે, બીજી તરફ પોલીસ આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડલને પકડી લાવી, પરંતુ આરોપી 9 દિવસમાં જ જામીન પર છૂટી ગયો હતો. જેથી માંજલપુર પોલીસ આરોપીને બચાવતી હોવાનો મહિલાએ આરોપ મૂક્યો છે. પીડિત મહિલાએ કહ્યું કે, માંજલપુર પોલીસે આરોપીને બચાવ્યો છે.

તોડકાંડ મામલે પીડિતાએ કોલ ડિટેલ્સ અને મેસેજ આધારે પોલીસ કમિશનર અને અઈઇને ફરિયાદ કરી છે. સાથે જ પોલીસે યોગ્ય કલમ ના લગાવતા આરોપી જામીન છૂટી ગયો હોવાની પીડિત મહિલાએ રજૂઆત કરી છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસ કમિશનરે ડીસીપી લીના પાટીલને તપાસ સોંપી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. આરોપીઓનો કેસ માંજલપુર પોલીસ સ્ટેશનના પૂર્વ ઙઈં પાંડોરના સગા સંબંધીએ જ લડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement