For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તમને કાર ઇનામમાં લાગી છે કહી યુવાન પાસેથી રૂા.99 હજાર પડાવ્યા

04:34 PM May 06, 2024 IST | Bhumika
તમને કાર ઇનામમાં લાગી છે કહી યુવાન પાસેથી રૂા 99 હજાર પડાવ્યા
Advertisement

પાંચ અરજદારોને લાલચો આપી ફસાવ્યા, વેપારી એલ્યુમિનિયમ ખરીદવા જતા ગુમાવેલા રૂા.1.81 લાખ 10 દિવસમાં પરત અપાવતી થોરાળા પોલીસ

Advertisement

સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યું છે અને દરરોજ લોકો લાખો-કરોડો રૂૂપિયા ગુમાવી રહ્યા છે.પોલીસ દ્વારા અનેક પ્રકારની અપીલ છતાં હજુ ઘણા લોકો એવા છે જેઓ લાલચમાં ફસાયા વગર રહી શકતા નથી.આવા જ પાંચેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.જેમાં શુભમ જયવંતભાઈ નામની વ્યક્તિના ફોન નંબર ઉપર નાપતોલમાંથી સ્વિફ્ટ ડિઝાયર ગાડી ઈનામમાં લાગી છે તેવો એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો અને તે ગાડી અથવા રોકડ રકમ મેળવવા માટે તેમાં આપેલા અજાણ્યા મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તે નાપતોલમાંથી વાત કરી રહ્યાનું કહ્યું હતું. શુભમને જે ગાડી ઈનામમાં લાગી હતી તે અથવા તો તેના બદલામાં રોકડ મેળવવા માટે પ્રોસેસીંગ ચાર્જની માંગણી કરી હતી જે પછી શુભમે 99,500 ટ્રાન્સફર કર્યા હતા પરંતુ તેને ન તો ગાડી મળી કે ન તો રોકડ ઈનામ.

આ અંગેની ફરિયાદ થતાં જ પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરાવી શુભમને 50,000 પરત અપાવ્યા છે. આ જ રીતે મલય જિજ્ઞેશભાઈ નામની વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ એપમાંથી સસ્તા ભાવમાં મોબાઈલ ખરીદ કર્યો હતો જે પછી તેને રિફંડેબલ ચાર્જનું બહાનુ બનાવી મોબાઈલની ડિલિવરી સાથે જ બધી રકમ રિફંડ કરી આપવાનું કહી તેની પાસેથી 2.43 લાખ પડાવી લેવાયા હતા જેમાંથી પોલીસે 1,82,486 પરત અપાવ્યા છે.જ્યારે હાર્દિક પ્રભાતભાઈ હેરભા (રહે.રેલનગર)ને ઓનલાઈન ટાસ્ક પૂરા કરવાના ચક્કરમાં 1.27 લાખ ગુમાવ્યા હતા તેમાંથી 1.22 લાખ પોલીસે પરત અપાવ્યા છે. જ્યારે એક અરજદારે ઓનલાઈન રોકાણ કરી વધુ પૈસા કમાવાની લ્હાયમાં 1,03,200 ગુમાવ્યા હતા તેમાંથી 56,000 પોલીસે પરત અપાવ્યા છે.

અન્ય બનાવવા થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરીમાં સાયબર સ્કોવર્ડની ટીમે એક અરજદાર સાથે વોટ્સએપથી મેસેજ કરી ગઠિયાએ પોતાની કંપનીનું નામ સાવિત્રી એન્ટરપ્રાઇઝ જણાવી અને પોતે એલ્યુમિનિયમ નું પિસ્ટલ મટીરીયલનો સ્ટોક સસ્તા ભાવે વેચવાની લાલચ આપી વેપારી જીતેન્દ્રભાઈ દેવરાજભાઈ પાંભર(રહે.આશ્રય બંગલો,મવડી) પાસેથી રૂ.1.80 લાખ છેતરપીંડીથી મેળવી લીધા હતા.જે મામલે ટીમે આરોપીનું ખાતું બ્લોક કરાવી માત્ર 10 દિવસમાં નાણાં પરત અપાવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement