For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીય મહિલા ટીમનું વિસ્ફોટક પ્રદર્શન, બાંગ્લાદેશને સતત ચોથી મેચમાં હરાવ્યું

01:19 PM May 07, 2024 IST | Bhumika
ભારતીય મહિલા ટીમનું વિસ્ફોટક પ્રદર્શન  બાંગ્લાદેશને સતત ચોથી મેચમાં હરાવ્યું
Advertisement

ભારતીય મહિલા ટીમનું વિસ્ફોટક પ્રદર્શન તેના બાંગ્લાદેશ પ્રવાસ પર જારી રહ્યું છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર ઇનિંગ બાદ દીપ્તિ શર્માના નેતૃત્વમાં બોલરોના અસરકારક પ્રદર્શનને કારણે ભારતે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ સોમવારે વરસાદથી પ્રભાવિત 14-ઓવરની ચોથી મહિલા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ બાંગ્લાદેશને 56 રનથી હરાવીને સતત ચોથી જીત નોંધાવી હતી અને પાંચ મેચની શ્રેણીમાં 4-0ની લીડ મેળવી હતી.

હરમનપ્રીત (39) અને રિચા ઘોષ (24) વચ્ચે ચોથી વિકેટની 44 રનની ભાગીદારીથી ભારતે છ વિકેટે 122 રન બનાવ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાના (22) અને ડી હેમલતા (22)એ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ડકવર્થ લુઈસ પદ્ધતિ હેઠળ બાંગ્લાદેશને 125 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ દીપ્તિ શર્મા (13 રનમાં બે વિકેટ), આશા શોભના (18 રનમાં બે વિકેટ) અને રાધા યાદવ ( 12 રન માટે સાથે એક વિકેટ)ની સ્પિનના જાદુથી યજમાન ટીમનો પરાજય થયો હતો. ટીમ ટાર્ગેટ હાંસલ કરી શકવાની સ્થિતિમાં દેખાઈ ન હતી અને સાત વિકેટે 68 રન જ બનાવી શકી હતી.

Advertisement

બાંગ્લાદેશ તરફથી માત્ર ઓપનર દિલારા અખ્તર (21), રૂૂબિયા હૈદર (13) અને શોરીફા ખાતૂન (અણનમ 11) ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા આવેલી બાંગ્લાદેશની શરૂૂઆત ખૂબ જ ધીમી રહી હતી અને ટીમ પાવર પ્લેની ચાર ઓવરમાં એક વિકેટે 21 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન, મુર્શિદા ખાતૂન (01)ની વિકેટ પડી હતી. દિલારા 25 બોલમાં બે ચોગ્ગા સાથે 21 રનની ધીમી ઈનિંગ રમીને દીપ્તિના હાથે એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. રૂૂબિયા પણ એક બોલ પછી રનઆઉટ થઈ ગઈ હતી.

શોભનાએ કેપ્ટન નિગારા સુલતાના (01)ને એલબીડબ્લ્યૂમાં ફસાવી દીધી, જેના કારણે બાંગ્લાદેશનો સ્કોર એક વિકેટે 38 રનથી વધીને ચાર બોલમાં ચાર વિકેટે 39 રન થઈ ગયા હતા. આ પછી રાધાએ રિતુ મોની (01)ને જ્યારે શોભનાએ શોર્ના અખ્તર (05)ને પેવેલિયનમાં મોકલી હતી. બાંગ્લાદેશના રનની અડધી સદી 11મી ઓવરમાં પૂરી થઈ ગઈ હતી. યજમાન ટીમને છેલ્લી ત્રણ ઓવરમાં 72 રનની જરૂૂર હતી અને ટીમ આ સ્કોરની નજીક પણ ન આવી શકી.

Advertisement
Tags :
Advertisement
Advertisement