For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક્ઝિટ પોલે આબરૂ કાઢી: સટોડિયા સાચા પડ્યા

04:53 PM Jun 04, 2024 IST | Bhumika
એક્ઝિટ પોલે આબરૂ કાઢી  સટોડિયા સાચા પડ્યા
Advertisement

મતદાન પૂર્ણ થયા બાદ શરૂ કરાયેલા એક્ઝિટ પોલે ભાજપ, એન.ડી.એને સ્પષ્ટ બહુમતી આપી હતી: મતગણતરીમાં તમામ પાસા ઊંધા પડ્યા: સટ્ટા બજારે એનડીએને 294 બેઠક આપી હતી

લોકસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે દર વખતની માફક આ વખતે પણ મતદાન પૂર્ણ થયા બાદ એકડઝનથી વધુ એક્ઝિટપોલના સર્વેમાં ભાજપ એનડીએને સ્પષ્ટ બહુમતિ આપી હતી પરંતુ પરિણામે એક્ઝિટ પોલની આબરૂ ધૂળધાણી કરી નાખી છે જેની સામે સટ્ટોડિયા બજાર ફરી એક વખત સાચુ પડ્યુ ંહતું. અને સટ્ટા બજારે ભાજપ એનડીએના 294 બેઠક પર જ દાવ લગાવ્યા હતાં. જે સાચા પડ્યા છે.

Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ સાત તબક્કામાં મતદાન પ્રક્રિયાપૂર્ણ કરવામાં આવી હતી. સવા મહિના સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહી હતી અને છેલ્લે શનિવારે આખરી તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ જુદા જુદા એક્ઝિટ પોલ દ્વારા લોકસભાની બેઠકના તારણે રજૂ કર્યા હતાં.
ઈન્ડિયા ટુડે, એબીપી ન્યુઝ, ન્યુઝ 24 ચાણક્ય, જનકી બાત, ઈન્ડિયા ટીવી, ટાઈમ્સ નાવ, ટીવી-9, રિપબ્લીક ભારત, રિપબ્લીક ટીવી, ઈન્ડિયા ન્યુઝ, ન્યુઝ નેશન, ન્યુઝ 18 અને ભાસ્કર સર્વેયર દ્વારા પોત પોતાના મંતવ્ય રજૂ કર્યા હતાં. જેમાં એક ડઝનથી વધુ એક્ઝિટ પોલનું તારણ કાઢવામાં આવે તો ભાજપ એનડીએને 365, ઈન્ડિયા કોંગ્રેસને 145 અને અપક્ષને 32 બેઠક મળતી હોવાના દાવાઓ રજૂ કર્યા હતાં. જે પરિણામના અંતે બોગસ ઠર્યા હતાં. એક્ઝિટ પોલે ધંગધડા વગરનો સર્વે કરી આબરૂનું ધોવાણ કરી નાખ્યું છે. જેની સામે સટ્ટાબજાર ફરી એક વખત સચોટ પુરવાર થયું છે.

જેની સામે સટ્ટા બજારે જેમ જેમ તબક્કાવાર મતદાન પૂર્ણ થતું ગયું તેમ તેમ બુકી બજારના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો અને છેલ્લે બુકી બજારે ભાજપ એનડીએને 297થી 300 બેઠક ફાળવી હતી. જ્યારે 305થી વધુ બેઠકનો ભાવ 120થી 160 અને 400થી વધુ બેઠકનો ભાવ 1300થી 1600 રૂપિયા ખોલવામાં આવ્યો હતો.
બુકી બજારે ગુજરાતના સેશનના પણ ભાવ બહાર પાડ્યા હતાં જેમાં ગુજરાતમાં 25 બઠકના ભાવ 25.40 પૈસા અને 26 બેઠકનો ભાવ 85.120બહાર પાડ્યો હતો. આમ બુકી બજારે ફરી એક વખત સચોટ આગાહી કરી હતી જેમાં દેશભરમાં બુકી બજારની આગાહી મુજબ એનડીએને માંડ 293થી 295 બેઠક મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ગુજરાતમાં ભાજપને 25 બેઠક મળી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સટોડિયાઓનું સચોટ રાજકીય નિદાન
ભાજપ
297.300 સેશનનો ભાવ 50 પૈસા
305 સીટનો ભાવ 120.160
310 સીટનો ભાવ 150.180
315 સીટનો ભાવ 180.220
320 સીટનો ભાવ 200.250
325 સીટનો ભાવ 225.275
330 સીટનો ભાવ 300.400
335 સીટનો ભાવ 400.500
340 સીટનો ભાવ 500.600
350 સીટનો ભાવ 600.700
360 સીટનો ભાવ 750.900
370 સીટનો ભાવ 800.1000
380 સીટનો ભાવ 900.1100
390 સીટનો ભાવ 1000.1200
400 સીટનો ભાવ 1300.1600

ગુજરાતના સીટના ભાવ
24 સીટનો ભાવ -25 પૈસા
25 સીટનો ભાવ 25.40
26 સીટનો ભાવ 85.120

Advertisement
Tags :
Advertisement
Advertisement