For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોમાસામાં રસ્તાનું ખોદકામ કરવું ભારે પડયું, બંધ કરાવવા અધિકારીઓને દોડાવતા ચેરમેન

04:45 PM Jun 24, 2024 IST | admin
ચોમાસામાં રસ્તાનું ખોદકામ કરવું ભારે પડયું  બંધ કરાવવા અધિકારીઓને દોડાવતા ચેરમેન

ચોમાસાની શરૂઆત વચ્ચે શરૂ થયેલા કામો તાત્કાલિક બંધ કરાવાયા

Advertisement

મનાપા દ્વારા આચારસંહિતાના કારણે અનેક કામો પેન્ડિંગ રાખ્યા હતા જે તાજેતરમાં શરુ કરયા બાદ ખાસ કરીને પાઇપલાઇનો નાખવા માટે ખોલ કામ ચાલુ કરેલ જેના ઉપર વરસાદ વરસ્તા શહેરભારમાં કીચડનું સામ્રાજય સર્જાતા ફરિયાદોના પગલે સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે તાત્કાલીક અધિકારીઓ સાથે મિંટીગ યોજી વરસાદ બંધ થયે આ પ્રકારના કામો ચાલુ કરવાના આદેશ આપ્યા હતા

રાજકોટ મહાનગરપાલિકાના જુદા-જુદા વિસ્તારોમાં હાલ ડી.આઇ. પાઇપલાઇન નાંખવાની કામગીરી તથા ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ઉપરાંત પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલ લોકફરીયાદો મુજબ ચાલુ વરસાદમાં રાહદારીઓને પસાર થવામાં અગવડતા પડી રહી છે, તેમજ રસ્તા પર પાઇપલાઇન નાંખવા માટે કરવામાં આવેલ ખોદકામ થી રાહદારીઓને જોખમ ઉપસ્થિત ન થાય તે માટે અગમચેતીના પગલાં બાબતે ચર્ચા માટે આજરોજ તા.24/06/2024 રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરઓ સાથે બેઠક યોજવામાં આવેલ. જેમાં વર્ષાઋતુને અનુલક્ષીને રસ્તા પરથી

Advertisement

પસાર થતા રાહદારીઓને જોખમ ઉભુ ન થાય અને કોઇપણ જાનહાની નિવારી શકાય તે માટે હાલ ડી.આઇ. પાઇપલાઇન તથા ડ્રેનેજ લાઇન નાંખવા માટે ખોદકામ તાત્કાલિક અસરથી બંધ કરવા જયમીનભાઇ ઠાકર દ્વારા સુચના પાયેલ હતી. વિશેષમાં, ચાલુ વરસાદમાં વાતવરણમાં રહેલ ભેજના કારણે ડામરનું બોન્ડીંગ કપચી સાથે યોગ્ય રીતે થઇ શકે તેમ ન હોઇ તેમજ હાલ ડામર કામ-પેચવર્ક બંધ રાખવા તેમજ ઓછામાં ઓછા આઠથી દસ દિવસ વરસાદ બંધ રહે ત્યારબાદ પેચવર્કના કામ શરૂૂ કરવા સૂચના આપવામાં આવેલ. આ બેઠકમાં ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરઓ પરેશ અઢીયા, અતુલ રાવલ તથા કુંતેષ મહેતા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement